જંબુસર પોલીસ સ્ટેશન ખાતે SP એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મુક્યો ….!!!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ ના SP એ વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું.ઇન્સ્પેકશન દરમિયાન તેઓએ પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મુક્યો હતો.ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જંબુસર પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લીધી હતી.તેઓએ પોલીસ સ્ટેશન નો રેકોર્ડ, પેન્ડિંગ કેસો, મુદ્દામાલ, શસ્ત્રાગાર, લોકઅપ અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ પ્રજાલક્ષી પોલીસિંગ અને ફરિયાદીઓ સાથે સંવેદનશીલ વર્તન અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષકના આગમન સમયે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમજ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.ઇન્સ્પેક્શન દરમિયાન એસ.પી.એ પોલીસ સ્ટેશનના વિવિધ રજીસ્ટરો, ગુનાઓની તપાસની પ્રગતિ, પેન્ડિંગ કેસોની સ્થિતિ, મુદ્દામાલની જાળવણી, રેકોર્ડ વ્યવસ્થા, શસ્ત્રાગાર, લોકઅપ, પોલીસ સ્ટેશનની સ્વચ્છતા અને કચેરીની કામગીરીનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. તેમણે તમામ વિભાગોની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા.

ત્યારબાદ પોલીસ સ્ટાફ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં એસ.પી.એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ અસરકારક રીતે જાળવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રજાલક્ષી પોલીસિંગને વધુ પ્રાથમિકતા આપવા, ફરિયાદીઓ સાથે સૌજન્યપૂર્ણ અને સંવેદનશીલ વર્તન રાખવા, ગુનાઓનો ઝડપી ભેદ ઉકેલવા અને તપાસમાં ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો.ઉપરાંત પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે નિષ્ઠાપૂર્વક, પારદર્શક અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

સમગ્ર ઇન્સ્પેક્શન દરમિયાન જંબુસર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટેશનની કામગીરી અંગેની વિગતવાર માહિતી એસ.પી. સમક્ષ રજૂ કરી હતી.જિલ્લા પોલીસ વડાની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાતનો મુખ્ય હેતુ પોલીસ કામગીરીની ગુણવત્તામાં વધારો કરવો, વહીવટી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવી તેમજ જનકેન્દ્રિત પોલીસિંગને વધુ મજબૂત બનાવવાનો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!