આણંદ :: હાડગુડના મતદાન મથક પર પોલીસ કર્મીઓ દ્વારા મતદારો સાથે ઉદ્ધત વર્તનની બુમ…..!!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લાના હાડગુડ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર પોલીસ કર્મીઓ દ્વારા મતદારો સાથે અસભ્ય વર્તન દાખવવામાં આવતું હોવાની બુમો ઉઠી છે.જાણે કોઈક ચોક્કસ રાજકીય પક્ષના ઈશારે તેમના એજન્ટ હોય તે રીતે કરાઈ રહેલ પોલીસની કામગીરી શંકા નું કેન્દ્ર બનવા પામી છે.હાડગુડ ગામે જૂની પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથકના ભાગ-૧ તેમજ ભાગ-૨ પર ઉપસ્થિત પોલીસ કર્મીઓનું ઉદ્ધત વર્તન મતદારોમાં રોષનું કારણ બનવા પામ્યું છે.આણંદના હાડગુડ ગામે મતદાન પ્રક્રિયા દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે.લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા પહોંચેલા મતદારો સાથે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવેલ અવિવેકી વર્તન ને કારણે મતદારોએ વાંધો લીધો હતો.અને શાંતિપૂર્વક ફરજ નિભાવવા પોલીસ કર્મીઓને અનુરોધ કર્યો હતો.મતદાન કરવા આવેલા સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે મતદાન મથકની અંદર તૈનાત કેટલાક પોલીસ કર્મચારીઓએ તેમની સાથે અશોભનીય અને ઉદ્ધત વર્તન કર્યું હતું.મતદારોના જણાવ્યા અનુસાર, લાઈનમાં ઉભા રહેવા તેમજ મોબાઈલ જેવી સામાન્ય બાબતે પણ પોલીસે અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો.નાની-નાની બાબતે મતદારો સાથે રકઝક કરતા પોલીસના ખરાબ વ્યવહારને કારણે મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.લોકોએ આવા પોલીસ કર્મીઓ જ જાણી બુઝીને શાંતિપૂર્વક ચાલી રહેલા મતદાનમાં ખલેલ પહોંચાડવાની કોશિષ કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે.પોલીસ કર્મીઓ દ્વારા નાની નાની બાબતે મતદારો સાથે કરાતી રકઝક મતદાન પ્રક્રિયામાં વિલંબનું કારણ પણ બની રહી છે.સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઈ છે કે જે પોલીસ કર્મચારીઓએ મતદારો સાથે ગેરવર્તણૂક કરી છે તેમની સામે કડક તપાસ કરવામાં આવે અને ચૂંટણી પંચ આ બાબતે ગંભીરતાથી પગલાં ભરે જેથી ભવિષ્યમાં કોઈ પણ મતદારને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવી એ પોલીસની જવાબદારી છે,પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને અથવા સામાન્ય જનતા સાથે દુર્વ્યવહાર કરે ત્યારે લોકશાહીના મૂલ્યો જોખમાય છે. હાડગુડની આ ઘટના અત્યારે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!