ભરૂચ ખાતે મફત યોગ વર્ગ ના બે વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાતે યોગ પ્રશિક્ષક અંજલીબેન ડોગરાએ ચંદ્રદર્શન સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવતા મફત યોગ વર્ગોના બે વર્ષ પૂર્ણ થતા વાર્ષિક કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.મુખ્ય મહેમાનોમાં યોગ સંયોજક બિનીતાબેન પ્રજાપતિ,યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ,યોગ નિષ્ણાત ભાવિનીબેન ઠક્કર,બીનાબેન મોદી, ભાવિનીબેન ઠક્કર સોશિયલ મીડિયા સંયોજક,સુરેન્દ્રભાઈ,ઉમા શર્મા, જનહિતાર્થ ફાઉન્ડેશનના સ્થાપક જિજ્ઞાશાબેન ગોસ્વામી,રેવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ નિખિલેશ એન. દેસાઈ, અશ્વિનભાઈ વાઘેલા અને ઉપેન્દ્ર ડોગરા શામેલ હતા.

ચંદ્રદર્શન સોસાયટીના સાધકોએ સુંદર યોગ નૃત્ય રજૂ કર્યું હતુ. સાધકો અને બાળ કલાકારોને ભેટોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. બિનીતાબેન પ્રજાપતિએ યોગ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જેટલા 200 સાધકો, પ્રશિક્ષકો અને અન્ય મહેમાનો હાજર રહ્યા હતા.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!