દિવ વોટર સ્પોર્ટ્સ સંચાલકો સામે પ્રવાસન વિભાગનો સપાટો :: ખુરશીઓનું ભાડું ઉઘરાવનારના લાયસન્સ સસ્પેન્ડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વેઇટિંગ ચેરનો ગેરકાયદે ભાડું વસુલવામાં આવતા તંત્ર ની લાલ આંખ દિવના નાગોઆ બીચ પર વોટર સ્પોર્ટ્સ સંચાલકો વિરુદ્ધ પ્રવાસન વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.વેઇટિંગ ચેરનો ગેરકાયદે ભાડું વસુલવામાં આવતા તંત્રએ તપાસ હાથ ધર્યા બાદ સપાટો બોલાવી દીધો હતો.અનઅધિકૃત વેઇટિંગ ચેરનો ભાડું વસુલનાર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલકો નું તાત્કાલિક અસરથી લાયસન્સ સસ્પેન્ડ કરવાના આદેશો દિવ પ્રવાસન વિભાગે જાહેર કરતા દિવના દરિયા કિનારે અને સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલકોમાં સોપો પડી જવા પામ્યો હતો.બનાવ અંગે મળેલ વિગતો અનુસાર દિવના નાગોઆ બીચ પર વેઇટિંગ ચેરનો અનઅધિકૃત ભાડું વસુલાત કરવામાં આવતું હોવાની પ્રવાસીઓની ફરિયાદ તેમજ મીડિયા અહેવાલોને પગલે દિવ પ્રવાસન વિભાગ ત્વરિત હરકતમાં આવ્યું હતું.અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસમાં ખુલવા પામ્યું હતું કે નાગોઆ બીચ પર કેટલાક વોટર સ્પોર્ટ્સ સંચાલકો કથિત રીતે વેઇટિંગ ચેરના ઉપયોગ માટે પ્રવાસીઓ પાસેથી પૈસા વસૂલ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન કાયદા અને નિયમો અનુસાર આવા અનધિકૃત ચાર્જ વસૂલવા પર સખત પ્રતિબંધ છે.તેમ છતાંય અનઅધિકૃત ભાડું વસુલવામાં આવતું હતું.ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલકોના લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ દીવ પ્રવાસન નિયામક શિવમ મિશ્રા દ્વારા કરવામાં આવ્યો હતો.પ્રવાસન વિભાગના કડક આદેશને પગલે કેન્દ્ર સાશીત પ્રદેશ દીવમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.સાથે જ દીવ વોટર સ્પોર્ટ્સ એસોસિએશને આવા કોઈપણ ગેરરીતિ,બિન-પાલનના કેસોની જાણ વહેલી તકે સંબંધિત સત્તાવાળાઓને કરવાની રહેશે તેવી ખાસ તાકીદ પણ કરવામાં આવી છે. અને આવી પ્રવૃત્તિઓમાં જોડાવા અથવા પ્રોત્સાહન આપવાનું ટાળવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે.આ હુકમ ની નકલ વિજયસાગર વોટર સ્પોર્ટ્સ તેમજ વિજય વોટર સ્પોર્ટસ તથા દીવ વોટર સ્પોર્ટ્સ એસોસિએશન નાગોઆ બીચ દીવના સંચાલકોને મોકલી આપવામાં આવી છે.દિવ વહીવટી તંત્ર ની તત્કાલ અસરની કામગીરી ને પગલે સ્પોર્ટ્સ એક્ટિવિટી સંચાલકો સહિત નાગોઆ બીચ પર સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.તો બીજી તરફ ભોગ બનનાર પ્રવાસીઓએ દિવ પ્રવાસન વિભાગની કામગીરી ને બિરદાવી તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

સહેલાણીઓ વોટર સ્પોર્ટ્સની ગેરકાયદે પ્રવૃતિ સંદર્ભે દિવ ટુરિઝમ નો સંપર્ક કરે પ્રવાસન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પ્રવાસીઓને પજવણી કરનાર કે નિયમ વિરુદ્ધ કામ કરનાર કોઈપણ એજન્સીને બક્ષવામાં આવશે નહીં.પ્રવાસીઓ માટે તંત્રએ સૂચના પણ જાહેર કરી છે કે સહેલાણીઓ ભાડાની જાણકારી મેળવી લેવી. કોઈપણ એક્ટિવિટી કરતા પહેલા અધિકૃત રેટ લિસ્ટ તપાસી લેવું.જો કોઈ સંચાલક વધારાના રૂપિયા કે ગેરકાયદેસર ભાડું માંગે, તો તુરંત બીચ પર હાજર પ્રવાસન વિભાગના અધિકારીઓ અથવા હેલ્પલાઇન નંબર પર યા તો દિવ ટુરિઝમ કાર્યાલય નો રૂબરૂ સંપર્ક કરી ફરિયાદ કરવા જણાવાયું છે.નોંધનીય છે કે પ્રવાસન વિભાગ હવે તમામ બીચ પર સરપ્રાઈઝ ચેકિંગ વધારશે અને ડિજિટલ પેમેન્ટ તેમજ રસીદ આપવાની પ્રક્રિયાને વધુ કડક બનાવશે જેથી પારદર્શિતા જળવાઈ રહે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!