ભરૂચમાં રાજકારણ સાથે સંકળાયેલા શિક્ષણકર્મીઓને ચૂંટણી કામગીરીની જવાબદારી સોંપાતા વિવાદ નો મધપૂડો છંછેડાયો છે.ભરૂચમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં જે અધ્યાપકો અને શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. તેમાંથી અનેક લોકો ખુલ્લેઆમ વિવિધ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવાની વિગતો સામે આવતા મતદારોમાં રોષ અને આશ્ચર્યની લાગણી ફેલાઈ જવા પામી છે.એક તરફ તટસ્થ અને નિષ્પક્ષ મતદાન માટે વહીવટી તંત્ર આદર્શ આચારસંહિતાના મોટા-મોટા દાવા કરે છે.તો બીજી તરફ પક્ષપાતી માનસિકતા ધરાવતા અથવા રાજકીય છત્રછાયા હેઠળ કામ કરતા શિક્ષણવિદોને જ ચૂંટણી કામગીરીમાં જોડતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.જે વ્યક્તિ પોતે કોઈ ચોક્કસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલી હોય, તે વ્યક્તિ મતદાન મથકે બેસીને કેવી રીતે તટસ્થ રહી શકે?રાજકીય રંગે રંગાયેલા શિક્ષકો ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે તેવી દહેશતથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

શું ચૂંટણી પંચ આ રાજકીય ઘૂસણખોરીને રોકીને ફરીથી જનતાનો વિશ્વાસ જીતવા માટે ચૂંટણી પ્રક્રિયામાં નિમેલા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કર્મચારીઓના ઓર્ડરો રદ કરવાની હિંમત દાખવશે??કે પછી આ પ્રશ્ન માત્ર કાગળ પરની ચર્ચા બનીને રહી જશે? તેવા ચિંતાજનક સવાલોએ લોક માનસ માં જન્મ લઈ રહ્યા છે.ત્યારે ભરૂચનું ચૂંટણી પંચ પારદર્શક ચૂંટણી માટે કમર કસશે કે પછી આંખ આડા કાન કરશે…..???
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









