ભરૂચની યુકો બેંકમાં ભીષણ આગ :: ફાયર બ્રિગેડ દ્વારા કાબૂ મેળવવા સઘન પ્રયાસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સ સ્થિત યુકો બેંકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્માર્ટ બજાર નજીક આવેલા ઉક્ત કોમ્પ્લેક્સમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રવિવારની રજા હોવાને કારણે બેંક બંધ હતી. આગને પગલે બેંકની આસપાસના વેપારીઓમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂરથી નજરે પડતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરકર્મીઓએ આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો શરૂ કર્યા હતા. આગ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી બેંકમાં લાગી હોવાથી નીચેની દુકાનો સુધી ફેલાવાનો ભય વ્યાપી ગયો હતો.રજાનો દિવસ હોવાથી જાનહાનિ થવાનો ભય દૂર થયો હતો. જોકે, આગના કારણે મોટા આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી ચાલુ છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ આગની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર તનતોડ પ્રયાસોમાં લાગ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!