દયાદરા પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર મશીન ખોટકાતા ગ્રાહકો હેરાન-પરેશાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચના દયાદરા સ્થિત પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર મશીન ખોટકાતા ગ્રાહકો હેરાન-પરેશાન થઈ ગયા છે.સ્થાનિક પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી પ્રિન્ટર મશીન ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડિજિટલ સેવાઓના આ યુગમાં જ્યારે બધી પહોંચ (Receipts) અને પત્રવ્યવહાર ઓનલાઇન અને પ્રિન્ટેડ હોય છે, ત્યારે પ્રિન્ટર બંધ હોવાને કારણે કામગીરી ખોરવાઈ જવા પામી છે.પ્રિન્ટર બંધ રહેતા પોષ્ટ ના ગ્રાહકોને રસીદ મેળવવામાં તકલીફ પડી રહી છે.વધુમાં રજિસ્ટર્ડ પોસ્ટ, સ્પીડ પોસ્ટ કે મની ઓર્ડર કરાવવા આવતા ગ્રાહકોને કોમ્પ્યુટરાઈઝડ રસીદ મળી શકતી નથી.આ ઉપરાંત બચત ખાતાની એન્ટ્રી માટે લોકો ધરમ ધક્કા ખાઈ રહયા છે. પોતાની પાસબુકમાં એન્ટ્રી કરાવવા આવતા ગ્રાહકોને નિરાશ થઈને વિલા મોઢે પરત ફરવું પડે છે.દૂરના ગામડેથી દયાદરા આસપાસના નાના ગામડાઓમાંથી આવતા વૃદ્ધો અને ખેડૂતોને એક નાના કામ માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.આ અંગે ગ્રામજનો અને ગ્રાહકોએ રોષ સાથે જણાવ્યું હતું કે અમોએ અવારનવાર રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા હજુ સુધી નવા પ્રિન્ટરની વ્યવસ્થા કે જૂના પ્રિન્ટરનું સમારકામ કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ગ્રહકોમાંથી ઉઠી રહી છે.સદર સમસ્યા બાબતે ભરૂચના એએસપી એમ કે મકવાણા નો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ તપાસ કરી ઉક્ત સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા ખાતરી ઉચ્ચારી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!