ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા અને થવા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લીધી હતી.ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે દ્વારા નેત્રંગ તાલુકાની પીએમ શ્રી કૃષણ આશ્રમ શાળા, બ્રાન્ચ પ્રાથમિક શાળા અને થવા ગૂગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.સરકારની પીએમ શ્રી’ યોજના અંતર્ગત પસંદ થયેલી આ શાળામાં શૈક્ષણિક ગુણવત્તા અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરવાના હેતુથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગ્રામ પંચાયતના દફતરની તપાસણી અને વિકાસના કોમોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીએ વર્ગખંડોમાં જઈ છાત્રો સાથે સંવાદ કર્યો હતો.તેમણે શક્ષિકોને શક્ષિણમાં નવીન ટેકનોલોજી અને પ્રવૃત્તમિય શક્ષિણ (Activity Based Learning) નો વધુ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું.વધુમાં તેમણે શાળામાં રહેલી સુવિધાઓની ચકાસણી કરતા પીએમ શ્રી યોજના અંતર્ગત મળેલ ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા વિકાસલક્ષી કાર્યો, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને લાઈબ્રેરીની મુલાકાત લઈને કામગીરીની સંતોષકારક નોંધ લીધી હતી.

પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળાની બહુઆયામી અભગિમની પ્રવૃતિઓ અને રમત-ગમ્મત કૃષેત્રે શાળાના વદ્યિાર્થીઓએ મેળવેલી સદ્ધિઓ જાણી જિલ્લા વિકાસ અધિકારીએ આનંદ વ્યક્ત કર્યો હતો.જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં સ્વચ્છતાની સ્થિતિ તપાસી હતી અને મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.અત્રે ઉલ્લેખનયિ છે કે,ઉક્ત મુલાકાત દરમ્યાન થવા ગ્રામ પંચાયતના દફતરની તપાસણી અને વિકાસના કોમોની સમીક્ષા કરી હતી. તેમજ ગ્રામ્ય કક્ષાએ સફાઈ સંબંધતિ ચકાસણી કરી રોજે રોજ સફાઈ કરવા સુચના આપી હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









