આણંદના અડાસ ગામના ડો. હંસા કુંવરબા રાજને મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય મહિલા વિકાસ પુરસ્કાર એનાયત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લાના અડાસ ગામના ડો.હંસા કુંવરબા રાજને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આણંદ જિલ્લાના અડાસ ગામના ડો. હંસા કુંવરબા રાજને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્ય કક્ષાનો મહિલા વિકાસ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. ડો.હંસા કુંવરબા રાજે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

હંસાબા અદ્વિતીય યોગદાન બદલ તેઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો હંસા કુંવરબા રાજે ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાની દિશામાં શ્રેષ્ઠ કામગીરી કરી છે.આ ઉપરાંત તેમનું એક મહત્વનું પ્રદાન કુટુંબ વ્યવસ્થા જાળવી રાખવાનું રહ્યું છે. વિભક્ત કુટુંબોના વધતા પ્રમાણ વચ્ચે તેમણે સંયુક્ત કુટુંબની ભાવના જાળવી રાખવા અને પતિ પત્ની વચ્ચેના વિખવાદો ઘટાડી છૂટાછેડાના કિસ્સાઓ અટકાવવા માટેના પ્રયાસો કર્યા છે. હંસા કુંવરબા આજે રાજ્ય સરકારની વિવિધ મહિલા લક્ષી યોજનાઓના લાભો છેવાડાના ગામની મહિલાઓ સુધી પહોંચાડીને તેમને કલ્યાણકારી પ્રવૃત્તિઓ થી વાકેફ કર્યા છે. આમ આણંદ જિલ્લાના ડો. હંસા કુંવરબા રાજ દ્વારા મહિલાલક્ષી કરવામાં આવતી કામગીરીને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમને રાજ્ય મહિલા વિકાસ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. ડો. હંસા કુંવરબા રાજને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ પટેલ, નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ તથા આણંદ જિલ્લાના અગ્રણી સંજયભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ,આણંદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!