અમદાવાદ ના મઝહર અસલમ કાઠીની USA ના સોલ્ટ લેકસીટી મેયરના બિઝનેસ એડવાયઝરી બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે.અમદાવાદના કાઠી પરિવારનો ડંકો સાત સમંદર પાર પણ વાગ્યો હતો.મઝહર અસલમ કાઠીની અમેરિકાના સોલ્ટ લેક સિટી મેયરના બિઝનેસ એડવાઇઝરી બોર્ડમાં નિમણૂક થતા પરિવારમાં આનંદ ની સાથે ગૌરવ ની લાગણી પ્રસરી જવા પામી હતી.અમદાવાદના મઝહર કાઠીએ અમેરિકાની ધરતી પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અમદાવાદના કાઠી પરિવારના સંસ્કાર અને શિક્ષણના વારસાએ ભારતની સીમાઓને ઓળંગીને અમેરિકાની ધરતી પર પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. મઝહર અસલમ કાઠીની અમેરિકાના ઉટાહ રાજ્યની રાજધાની સોલ્ટ લેક સિટીના મેયરના બિઝનેસ એડવાઇઝરી બોર્ડમાં નિમણૂક થતા તેમના પરિવાર સહિત તેમના મિત્ર મંડળમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.તેમની આ સિધ્ધિ માત્ર એક પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે. MBA જેવી ઉચ્ચ પદવી અને મેનેજમેન્ટ ક્ષેત્રે નિપુણતા ધરાવતા મઝહર કાઠીએ પોતાની મહેનત અને વ્યૂહાત્મક વિચારધારાથી પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બોર્ડમાં તેમનું સ્થાન દર્શાવે છે કે તેમનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક નીતિઓ અને વ્યવસાયિક વિકાસમાં યોગદાન આપવાની અદભૂત ક્ષમતા છે.પિતા અસલમ કાઠી પાસેથી મળેલી રમતગમતની શિસ્ત અને માતા રેશમાબેન પાસેથી મળેલા શૈક્ષણિક મૂલ્યોને કારણે જ મઝહર આજે આ ઊંચાઈએ પહોંચી શક્યા છે. સોલ્ટ લેક સિટીના મેયરને બિઝનેસ અને આર્થિક નીતિઓ બાબતે સલાહ-સૂચનો આપવા એ કોઈ નાની સુની વાત નથી.આ જવાબદારી માટે ઊંડી સમજ અને નેતૃત્વના ગુણો અનિવાર્ય છે. મઝહરની આ સિદ્ધિ એ વાતની સાબિતી છે કે જો પાયામાં મજબૂત સંસ્કાર અને ઉચ્ચ શિક્ષણ હોય, તો દુનિયાના કોઈ પણ ખૂણે સફળતા મેળવી શકાય છે. તેમની આ સફર આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે.ઉલ્લેખનીય છે કે એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારનો યુવાન પોતાની પ્રતિભાના જોરે વૈશ્વિક ફલક પર પણ ચમકી શકે છે.









