વાગરા પંથકમાં DGVCLનું કડક વલણ, વીજ વિભાગ દ્વારા ડિસ્કનેક્શન એલર્ટ જાહેર, બાકી વીજ બિલના કારણે જોડાણો કાપવામાં આવશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા વાગરા વિસ્તારમાં બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક અભિમાન શરૂ કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા સત્તાવાર ડિસ્કનેક્શન ડ્રાઈવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આવતીકાલ તારીખ ૨૭-૦૨-૨૦૨૬, શુક્રવારના રોજથી બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. DGVCL તંત્રએ જણાવ્યું છે કે આ દિવસથી મોટી સંખ્યામાં ટીમો મેદાનમાં ઉતરશે અને જે ગ્રાહકોએ લાંબા સમયથી બિલની ચુકવણી નથી કરી, તેમના કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવશે. એકવાર પાવર કપાયા બાદ, ગ્રાહકે ફરી જોડાણ મેળવવા માટે સંપૂર્ણ બાકી રકમ અને નિયમ મુજબનો દંડ ભરવો પડશે. વિભાગે તમામ ગ્રાહકોને અપીલ કરી છે કે, અગવડતાથી બચવા માટે તાત્કાલિક ધોરણે ઓનલાઈન અથવા કચેરીએ જઈને પોતાના વીજ બિલની ભરપાઈ કરી દેવી. આ ડ્રાઈવને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!