ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે કામકાજના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી બાબતે સરકારના કાયદા અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.કોલેજની વિદ્યાર્થીનીઓએ કાયદાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.ભરૂચ જિલ્લા મહિલા અને બાળઅધિકારીની કચેરી દ્વારા કે જે પોલિટેકનિક કોલેજ ખાતે ધ પોસ એક્ટ-૨૦૧૩ બાબતે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો.સેમીનારનો મુખ્ય હેતુ કે જે પોલિટેકનિક કોલેજ ભરૂચ, સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને કાયદાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપીને જાગૃત કરવાનો હતો, જેથી તેઓ પોતાના કાર્યસ્થળ પર સલામત અને સન્માનજનક વાતાવરણનો અનુભવ કરી શકે.આ તબકકે, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશભાઈ વસાવાએ ધ પોસ એક્ટ-૨૦૧૩ વિષે વિસ્તૃત અને કાયદાના અમલ બાબતે કલમ મુજબ કાયદાકીય માહિતી આપી હતી.

ત્યારબાદ, અધિનિયમની ગંભીરતા અને મહત્વ સમજાવતી ફિલ્મ “પ્રતિકાર”નું નિદર્શન કરવામાં આવ્યું હતું.વકીલ અર્ચનાબેન વ્યાસ દ્વારા કામકાજના સ્થળ પર જાતિય સતામણી તેમજ ઘરેલુ હિંસા અધિનિયમ વિશે ટુંકમાં માહિતી આપી જુદા- જુદા કાયદા વિશે માર્ગદર્શન આપવા આવ્યું હતું.સેમીનારમાં ઉપસ્થિત સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલક વૈશાલીબેન ચાવડા દ્વારા સેન્ટરની કામગીરી વિશે વિસ્તૃત વિગતો આપી, જે મહિલાઓ માટે વિશેષ રીતે સ્થાપેલો એક સહાય કેન્દ્ર છે, જ્યાં તેઓ પોતાના પર થયેલી હિંસા, શોષણ કે અન્ય કોઈપણ જાતની પીડા વિશે સુરક્ષિત રીતે ફરિયાદ કરી શકે છે. જેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ તકે, કે જે પોલિટેકનિક કોલેજ ભરૂચના પ્રોફેસર અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિ રહ્યા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









