વિલાયતની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા “આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” અંતર્ગત ૨૨૫ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ એનાયત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના વિલાયતની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા “આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” અંતર્ગત ૨૨૫ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ વિતરણ કરવામાં આવી હતી. કંપની ના CSR વિભાગ દ્વારા દેરોલ ખાતે “આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” કાર્યક્રમ અંતર્ગત ૧૯ પ્રાથમિક અને ૪ માધ્યમિક શાળાના કુલ ૨૨૫ જેટલા પ્રતિભાશાળી છાત્રોને શિષ્યવૃતિ એનાયત કરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષક ભાઈ-બહેનો સાથે હાજરી નોંધાવી હતી.આ પ્રસંગે સીએસઆર વિભાગના સંચાલક હેમરાજ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર આર્થિક સહાય વિતરણ ન હતો, પરંતુ બાળકોની પ્રતિભા, મહેનત અને સપનાઓને સન્માન આપવાનો એક પ્રેરણાદાયક ઉત્સવ હતો.

માનવ સંસાધન વિભાગના વડા રેણુ માથુરે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. ટેકનિકલ વિભાગના વડા સતાની એ શિક્ષણ માનવીને જીવનમાં કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે તેના સચોટ ઉદાહરણો રજૂ કર્યા હતા. વ્યવસ્થાપન વિભાગના વડા ઘનશ્યામ ભાઈએ જીવનમાં પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું હતું.Epoxy વિભાગના યુનિટ હેડ રાકેશ ચોકશીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

CSR ટીમના ઈરસાદભાઈએ પણ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.ગ્રાસિમ ફાઇબર વિભાગના HR વડા નિમેશ જાદવ અને યુનિટ હેડ રામકુમારે લિખિત સંદેશ દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા.આ તબક્કે ગામના આગેવાનો દિલાવરભાઈ, રણજીતભાઈ, ઇકબાલભાઈ અને અશ્વિનભાઈએ હાજર રહી ગ્રાસિમ થકી સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ કરવામાં આવતા કાર્યોની સરાહના કરી સમાજપ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી હતી.

અંતમાં હેમરાજ પટેલે પર્યાવરણ સંરક્ષણ માટે “ઈકો-બ્રિક” બનાવવાની પહેલ અંતર્ગત પ્લાસ્ટિકના રેપરને બોટલમાં ભરી સંગ્રહ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.વધુમાં સ્વચ્છ, હરિત અને ટકાઉ પર્યાવરણ માટે સૌને અપીલ કરી હતી.રાષ્ટ્ર નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવાની હાકલ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!