ઝઘડિયાના રાણીપુરા નજીક ગેરકાયદેસર રેત ખનન કરતા ખનીજ માફિયાનો પત્રકાર પર હુમલો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક ગેરકાયદેસર રેત ખનન કરતા ખનીજ માફિયાએ પત્રકાર પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઘણા લાંબા સમયથી બેરોકટોક ખનિજ ખનનની ગેરકાય દેપ્રવૃત્તિ ધમધમી રહી છે. તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટાપાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે,

નદીમાં નાવડી મુકીને મશિન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે,ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના પત્રકાર જયશીલભાઇ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. આ બાબતે હુમલાનો ભોગ બનનાર પત્રકાર જયશીલ પટેલે હુમલો કરનાર ઇસમ વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નંધાવી હતી.પ્રાપ્ય માહિતી અનુસાર રાણીપુરા ગામ નજીક ગોવાલીના દેવાંગ ઉર્ફે લાલો ઇશ્વરભાઇ પાટણવાડીયા(ઠાકોર)દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાવડી મુકીને પાઇપ અને મશિન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશીલભાઇ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસ્વીરો લઇને સદર ઇસમ દેવાંગને ફોન કરીને આ બાબતે પુછતા તેણે ઉશ્કેરાઇ જઇને જયશીલભાઇને ગાળો દઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ જયશીલભાઇએ ગાંધીનગર ખાણખનિજ વિભાગને તેમજ ઝઘડિયા પ્રાન્ત અધિકારીને ફોનથી જાણ કરી હતી. ગતરોજ ખાણખનિજ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને સ્થળ ઉપર પત્રકાર જયશીલભાઇ,અન્ય ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. દરમિયાન દેવાંગ પાટણવાડીયા પણ ત્યાં આવ્યો હતો. અને તેણે એકદમ ઉશ્કેરાઇ જઇને સ્થળ ઉપર હાજર અધિકારીઓની સામે જ પત્રકાર જયશીલભાઇ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળુ દબાવીને ભેખડમાં દબાવી રાખ્યા હતા. સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા.આ ઘટનામાં જયશીલભાઇને ઇજા થતા તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. હુમલાનો ભોગ બનનાર પત્રકાર જયશીલ પટેલે સદર ઇસમ દેવાંગ ઇશ્વરભાઇ પાટણવાડીયા(ઠાકોર) વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં ઉડીને ધુમાડે ફાટેલા ખનિજ માફિયાઓ પર તંત્ર કડક હાથે કાર્યવહી કરે તેવી માંગ બુલંદ થવા પામી છે,આ ઘટના સંદર્ભે ઝઘડિયા તાલુકાના પત્રકારો દ્વારા પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવવા ચક્રો ગતિમાન કરાયા છે.

 

ભુસ્તર વિભાગનો સપાટો :: સ્થળ ઉપરથી રૂપિયા ૫૫ લાખનો મુદ્દામાલ ક્બ્જે કર્યો

ઉલ્લેખનીય છે કે ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરનાર ગોવાલીનો દેવાંગ પાટણવાડીયા(ઠાકોર) અગાઉ પણ ગેરકાયદેસર રેત ખનન સહિતના ગુનામાં સંડોવાયેલ હતો.ગત વર્ષે પણ ભુસ્તર વિભાગે આ ઇસમ દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે રેતી ઉલેચવામાં વપરાતી નાવડી સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ત્યારે હાલ ફરીથી આ માથાભારે ઇસમ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવાની પ્રવૃત્તિ શરુ કરવામાં આવતા ભુસ્તર વિભાગે સ્થળ ઉપરથી રેતી ખનનમાં વપરાતું મશીન સહિત કુલ રૂપિયા ૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.વધુમાં સૂત્રો થકી મળેલ વિગતો મુજબ દેવાંગ પાટણવાડિયાને અગાઉ મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં પણ સજા થઇ હતી.

ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી ની પત્રકારોની માંગ

હાલ પત્રકાર પર હુમલો થવાની ઘટનાઓ સામાન્ય બની ચુકી છે.લોકશાહી નો ચોથો સ્તંભ ગણાતા મીડિયાને દબાવવા રાજકીય નેતાઓ સહિતના દરેક લોકો યેનકેન પ્રકારે પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે પત્રકારોની સલામતી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.તેવા ટાણે સરકાર દ્વારા પત્રકારો ની સુરક્ષા અર્થે કડક કાયદા ઘડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ઝઘડિયા ના પત્રકાર જયશીલ પટેલ પર થયેલા હીચકારા હુમલાથી ભરૂચ જિલ્લાના પત્રકાર આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પત્રકારોએ આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.

(ડિજિટલ યુગ,ઝઘડિયા)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!