દહેજ ખાતે દિપક ગ્રુપ દ્વારા રાહત દરે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નો પ્રારંભ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના દહેજ ખાતે દિપક ગ્રુપ દ્વારા સંચાલિત દિપક ફાઉન્ડેશન દ્વારા દિપક મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.દહેજ ખાતે અનેક ઉદ્યોગો આવેલ છે.જેમાં અવાર નવાર અનેક અકસ્માતો ની ઘટના બનતી હોય છે.ત્યારે આવી આકસ્મિક પરિસ્થિતિમાં ૫૫ કી.મી દૂર ભરૂચ સુધી દોડવું પડતું હતું.દિપક મલ્ટીસ્પેશિયાસલીટી હોસ્પિટલ નો પ્રારંભ થતા ઉદ્યોગો સાહિત દહેજ પંથકના લોકો ને આરોગ્ય સેવા ત્વરિત ઉપલબ્ધ થશે.ઉદઘાટન ટાણે ઉપસ્થિત મહેમાનો નું કંપની સત્તાધીશો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાગરા તાલુકાના દહેજ PCPIR અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. દીપક ગ્રુપની CSR પહેલ અંતર્ગત દીપક ફાઉન્ડેશન દ્વારા નિર્મિત દીપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.૫૦ બેડની ક્ષમતા ધરાવતી આ અત્યાધુનિક હોસ્પિટલ દહેજ જેવા મોટા ઔદ્યોગિક હબમાં જીવનરક્ષક કવચ સાબિત થશે. ગંભીર અકસ્માત કે ઈમરજન્સીના કિસ્સામાં કટોકટીના સમયે ગોલ્ડન અવરમાં જ ત્વરિત સારવાર મળવી શક્ય બનશે.આ હોસ્પિટલને ઔદ્યોગિક જોખમોને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવી છે, જેમાં કેમિકલ બર્ન્સ અને ગંભીર ઈજાઓ માટે સ્પેશિયલ પ્રોટોકોલ સાથેની એડવાન્સ્ડ ટ્રોમા અને ICU વિંગ કાર્યરત કરવામાં આવી છે. અહીં માત્ર ઔદ્યોગિક અકસ્માતો જ નહીં, પરંતુ જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, સ્ત્રીરોગ, આંખ અને નાક-કાન-ગળાની નિષ્ણાત સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. ૨૪ કલાક ડાયગ્નોસ્ટિક લેબ અને ઇમરજન્સી ફાર્મસીની સુવિધા સાથે ૪૪ ગામો માટે વરદાનરૂપ બનશે.

ઉદઘાટન સમારોહમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, CDHO ડો.મુનિરા શુક્લા અને દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. રૂચિ મહેતા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે હોસ્પિટલના વિકાસ માટે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ તરફથી કુલ ૨૨ લાખના માતબર અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી, જેનો ઉપયોગ હોસ્પિટલની ટેકનોલોજી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવશે.

નોંધપાત્ર છે કે રિલાયન્સ દ્વારા નિર્માણ કરાયેલ હોસ્પિટલ બિલ્ડીંગ માં શરૂ કરાયેલ હોસ્પિટલમાં રાહત દરે મેડિકલ સેવા પૂરી પાડવામાં આવશે.ઉદ્દઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણાં એ આરોગ્ય ક્ષેત્રે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના પ્રારંભ બદલ દિપક ગ્રુપ ને શુભેચ્છાઓ પાઠવી હતી.સાથે જ ગામડાના વ્યકિઓ આરોગ્ય સેવાઓ થી વંચિત ન રહે તે માટે ધ્યાન રાખવા સંચાલકો ને અનુરોધ કર્યો હતો.વધુમાં દહેજના ઉદ્યોગકારો ને દહેજની આ હોસ્પિટલમાં દાન રૂપી મદદ પુરી પાડવા ખાસ અપીલ કરી હતી.

રિલાયન્સ દ્વારા ૨૦૧૩-૧૪ માં ૧૭ કરોડ ના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરાયું હતું

સૂત્રો થકી પ્રાપ્ય માહિતી અનુસાર હાલ જે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નું દિપક ગ્રુપ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું છે.તે બિલ્ડીંગ તેમજ તેમાં આધુનિક મેડિકલ ઇકવિપમેન્ટ સાથે ૨૦૧૩-૧૪ મા રિલાયન્સ દ્વારા રૂપિયા ૧૭ કરોડ ના ખર્ચે હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રિલાયન્સ દ્વારા ગઠન કરાયેલ દહેજ હેલ્થ એન્ડ વેલ્ફેર સોસાયટી ના નેજા હેઠળ શરૂ કરાયેલ હોસ્પિટલ ની દેખરેખ તેમજ સંચાલન માટે ગઠિત કમિટીમા રિલાયન્સ કંપની ઉપરાંત ડિસ્ટ્રીકટ કલેકટર (જિલ્લા વહીવટી તંત્ર) અને જીઆઇડીસી ની સંયુક્ત દેખરેખ રહેતી હતી.હાલ તો માત્ર મેનેજમેન્ટ જ બદલાયું છે.હોસ્પિટલ નું મકાન અને મેડિકલ સંસાધનો એના એજ હોવાની વિગતો સાંપડી છે.

દહેજ પંથકના લોકો ને તદ્દન નજીવા દરે સારવાર ની માંગ

આ તબક્કે લખીગામના સામાજિક કાર્યકર ઇશ્વરભાઈ મેલાભાઈ એ દહેજ પંથકના લેન્ડ લુઝર્સ ,ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ને જરૂરિયાત અનુસાર એકદમ રાહત દરે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે અને ઓપરેશન જેવા મોટા ખર્ચા વખતે ગ્રામ પંચાયત ના લેટરપેડ ઉપર ભલામણ ને આધારે યોગ્ય તબીબી સારવાર તદ્દન નજીવા દરે આપવામાં આવે તેવી માંગણી પણ ઉચ્ચારી હતી.

(સૈયદ અમજદ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!