DEO કચેરીઓમાંથી શાળા કમિશનર ખાતે મોકલાતી તમામ ફાઈલો ઈ-સરકાર મારફતે મોકલવા કડક આદેશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

DEO કચેરીઓમાંથી શાળા કમિશનર ખાતે મોકલવામાં આવતી તમામ ફાઈલો ઈ-સરકાર મારફતે મોકલવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવેથી રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ તમામ વહીવટી અને શૈક્ષણિક ફાઈલ કામગીરી ઈ-સરકાર પોર્ટલ મારફતે જ કરવાની રહેશે. નવા આદેશ અનુસાર હવે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીઓમાંથી શાળા કમિશનર કચેરીમાં મોકલાતી તમામ ફાઈલો અને પત્રવ્યવહાર માત્ર ઈ-સરકાર સિસ્ટમ મારફતે જ Chakraborty આવશે. શાળા કમિશનર કચેરીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે કોઈપણ પ્રકારની હાર્ડ કોપી ફાઈલ કે પત્ર સ્વીકારવામાં નહીં આવે.રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ને તેમના કચેરી સ્તરે ઈ-સરકાર પ્રણાલીનું સંપૂર્ણ અમલીકરણ કરવા કડક સૂચનાઓ આપી છે. આથી ફાઈલ પ્રક્રિયામાં વિલંબ ઘટશે તેમજ દસ્તાવેજોનું ટ્રેકિંગ પણ સરળ બનશે. આદેશનું ઉલ્લંઘન કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સરકારના મતાનુસાર ડિજિટલ સિસ્ટમને અપનાવવાથી શિક્ષણ વિભાગની કામગીરી વધુ કાર્યક્ષમ અને ઝડપી બનશે. તો બીજી તરફ વહીવટી પ્રક્રિયાઓ પણ વધુ સરળ અને સુગમ બનશે.ઇ પ્રણાલી અપનાવવા પાછળ સરકારનો મુખ્ય હેતુ મેન્યુઅલ સિસ્ટમને પૂરી રીતે ઇલેક્ટ્રોનિક ફાઇલ બનાવી અને તેના રેકર્ડ મેનેજમેન્ટ સિસ્ટમના ઉપયોગથી સરકારી કચેરીઓની કામગીરીને વધુ આધુનિક બનાવવાનો છે. આ ઉદ્દેશ્ય ને સાર્થક કરવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી ઓને તેમના કાર્યાલયમાં કે ઓફિસમાં ઈ-સરકારનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. અને આજ થી જ કડક રીતે એકપણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોઈપણ પ્રકારની ફાઈલની કાર્યવાહી હાર્ડ કોપીમાં ન કરવા ખાસ આદેશ કરવામાં આવ્યો છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!