ભરૂચ ના દયાદરા સ્થિત ધી હાયર સેકન્ડરી સ્કૂલમાં “માટીની મહેક” સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.જેમાં દયાદરા ગામના વિદેશમા રહેતા NRI સદગૃહસ્થો અને હાલ માદરે વતન પધારેલ મહેમાનોનું દયાદરા એજયુકેશનલ સોસાયટી તથા શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.દયાદરા સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓના ઉત્સાહને વેગ આપવા તથા શાળાની પ્રગતિનો ચિતાર પ્રસ્તુત કરવા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત માં તિલાવતે કુરઆન તેમજ તરજુમો ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓ એ રજૂ કર્યો હતો. ત્યાર બાદ સમૂહ પ્રાર્થના ગીત ધોરણ-૯ ની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.જ્યારે સ્વાગત ગીત ધોરણ-૯ ની છાત્રાઓ એ રજૂ કર્યું હતું.આ પ્રસંગે શાળાએ સર કરેલ સિદ્ધિ ના સોપાનો ની ઝાંખી ડોક્યુમેન્ટરીના માધ્યમથી પ્રદર્શિત કરવાં માં આવી હતી.મહિલાઓ ને થતા અન્યાય તેમજ તેમની ઉપર થતા અત્યાચાર ની સાથે મહિલા શાસક્તિકરણ પર ધોરણ-૧૦ ની છાત્રા ગુલિસ્તા બોરડી વાલા એ અસરકારક વક્તવ્ય આપ્યું હતું.શાળા ની છાત્રાઓએ આધુનિક યુગમાં મહિલાઓના શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકતો “લડકીયો કી પઢાઈ સપનો કે સંગ” નાટક રજૂ કરતા સર્વે ઉપસ્થિત મહેમાનો દંગ રહી ગયા હતા.

સાત સમંદર પારથી માદરે વતન પધારેલ મહેમાનો નું ઉમળકાભેર સવાગત કરાયું હતું.આ પ્રસંગે દયાદરા એજયુકેશનલ સોસાયટીના પ્રમુખ શબ્બીર ઘંટીવાલાએ સંસ્થા વિશે માહિતી પૂરી પાડી હતી.આ તબક્કે સંસ્થા સાથે સંકળાયેલા અને દુનિયા છોડી ગયેલા મહુર્મ માજી પ્રમુખ તથા સંસ્થા ના આદ્યસ્થાપક હાજી દાઉદ મુસા બાજીભાઈ,ઐયુબ માટલી,સુલેમાન ખાનસાબ માસ્તર,ઇબ્રાહિમ માના તેમજ અબ્દુલ સાલેહ અને અહમદ મિસ્ટર ને ૨ મિનિટ ઉભા થઇ ખીરાજે અકીદત પેશ કરવામાં આવી હતી.આ તબક્કે હાજી દાઉદ પ્રેમી (યુ.કે),હાજી ગુલામ ભાઈ લતુરિયા(રિયુન્યન),હાજી રફીક અલી હવેલીવાલા (યુ.કે),હાજી અતાઉલ્લા બાજીભાઈ (યુ.કે),હાજી અજિજભાઈ બાજીભાઈ (યુ.કે),હાજી નાસીરભાઈ બાજી ભાઈ (યુ.કે),હાજી અબ્દુલસિદભાઈ બાજી ભાઈ (યુ.કે),હાશિમ બાજી ભાઈ (ઝામ્બિઆ),સઇદ મજે (કેનેડા),સલીમભાઈ ઇશાક (યુ.કે),હસન અલી સરપંચ (યુ.કે),હાજી ઇનાયતભાઈ અકુજી (ઝામ્બિઆ),ફારૂક ભાઈ એન્જીનીયર (કેનેડા),હાજી શફિક ભાઈ ઘંટીવાલા (કેનેડા),મહંમદ ભાઈ પડલા (યુ.કે),હાજી ઇકબાલભાઈ ચોકવાલા (કેનેડા),બાબુ ભાઈ કોડા (આફ્રિકા),બસીરભાઈ ઉમરજી છેલ્લા ઘરવાલા (યુ.કે),સલીમભાઈ હવેલીવાલા (ઝામ્બિઆ),નજીર ભાઈ સરપંચ (યુ.કે),ગુલામ ભાઈ નમાજી (યુ.કે),ઇબ્રાહિમ નાથા (યુ.કે),તેમજ દયાદરા ગામના સરપંચ નફિસા જાવીદ રૂડી અને ડેપ્યુટી સરપંચ એડવોકેટ સઇદ બોરડીવાલા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમ નું સફળ સંચાલન પટેલ ફિરદૌસ તેમજ ધનિયાવી વાલા સાલેહાએ કર્યું હતું.અંતે આભાર વિધિ શાળા ના શિક્ષક ઇલ્યાસ ચીંથરાએ કરી હતી. અંતમાં રાષ્ટ્ર ગીત સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી થઈ હતી.
ઉચ્ચતમ પરીણામ પ્રાપ્ત કરવામાં દીકરાઓ કરતા દીકરીઓ અગ્રેસર છે.છોકરાઓ માટે કઠોર પરિશ્રમ અનિવાર્ય :: ઐયુબ વલી અકુજી (WBVF-પ્રમુખ)

દયાદરા હાઈસ્કૂલમાં યોજાયેલ સફરી ભાઈઓના સન્માન સમારોહ ટાણે બોલતા WBVF ના પ્રમુખ હાજી ઐયુબ વલી અકુજી એ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા NRI ભાઈ માટે રાખેલ સન્માન સમારોહ ખરેખર અવિસ્મરણીય હતું તે બદલ તેમણે શાળા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.તેઓએ ઉમેર્યું હતું કે તેમનું સન્માન કાયમ માટેનું સંભારણું બની રહેશે.તેમણે વિધ્યાર્થીઓ એ રજૂ કરેલ કૃતિઓ માટે તેઓ ને અભિનંદન પાઠવ્યા હતા.સાથે જ બાળકો ને નસિહત કરી હતી કે તમારા માટે આ સમય છે તેને સાચવી રાખજો જે તમારો ભવિષ્ય બનાવવામાં મદદરૂપ નીવડશે.તમારી શિષ્ત અને અનુશાસન જાળવી રાખજો,તમે એવું કોઈ કૃત્ય ન કરજો જેનાથી તમારું જીવન બરબાદ થઈ જાય.આ બાબતે ખાસ કાળજી રાખજો,તમોને મદદરૂપ થનાર દરેક નું આભાર માણવાની આદત કેળવજો,ઉચ્ચતમ પરીણામ પ્રાપ્ત કરવામાં અત્યારે દીકરીઓ અગ્રેસર છે.જ્યારે બીજી તરફ છોકરાઓ નું રિઝલ્ટ ખૂબ નીચું હોય છે જે બાબત ખૂબ જ દુઃખદ લેખી શકાય.છોકરાઓ આજે મોબાઈલ ફોન અને રમત માં વેડફે છે તેને અટકાવજો.તેઓએ ટકોર કરી હતી કે તમે ગમે તે ક્ષેત્રમા જશો ત્યાં,બહાર જશો ત્યાં માત્ર અને માત્ર શિક્ષણ જ કામ આવશે.શિક્ષણ જ માણસ ને માનવી બનાવે છે.તેઓએ વિદ્યાર્થીઓ તેમજ શાળા સંકુલ ની ઉત્તરોત્તર પ્રગતિ માટે ખાસ દુઆઓ ગુજારી તેમનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું.

સૈયદ અમજદ (બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









