આમોદ નગર સ્થિત બચ્ચોકા ઘર ની શાળા મા રમત ગમત સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે તા.૧૦ જાન્યુઆરી સુધી ચાલશે.આમોદ બચ્ચોકા ઘર સંચાલિત શાળા માં અભ્યાસ કરતા બાળકો માટે શાળા સંચાલકો દ્વારા બાળકો નીં અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ ને વિકસાવી કલા,હુનર અને રમત ગમત ની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપવાના હેતુસર રમત-ગમત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.રમત-ગમત ક્ષેત્રે કાઠું કાઢી શાળા ના છાત્રો નગર અને જિલ્લા તેમજ રાજ્ય નુ નામ રોશન કરે તેવી મહેચ્છા શાળા સંચાલકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

શાળા દ્વારા ઇંગ્લિશ મિડીયમ માં અભ્યાસ કરતા બાળકો ને અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી.જેમાં મ્યુઝિકલ ચેર,દોરડા કુદ,૫૦૦ મીટર દોડ ની રેસ,સાયકલિંગ રેસ જેવી અલગ અલગ રમતો નો કાર્યક્રમ યોજાયો હતો.રમત-ગમત સ્પર્ધામાં શાળા ના વિદ્યાર્થીઓ એ હોંશભેર ભાગ લીધો હતો.રમતોત્સવ ને પગલે શાળામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત શિક્ષક ગણ અને સંચાલક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









