ભરૂચમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહીલાના ગળામાંથી ચેન ઝુટવાની કોશીશ કરનાર રીઢો ચેન સ્નેચર ઝડપી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બાતમી મળી હતી કે ૧લી જાન્યુ ના રોજ એક સફેદ એકટીવા ઉપર કેસરી કલરની ટી-શર્ટ તેમજ માથાના ભાગે હેલ્મેટ પહેરેલ ઇસમે મહીલાનાં ઘરે જઈ પાર્સલ આપવાના બહાને મહીલાને તેના ઘરનાં ગેટ પાસે બોલાવી પાર્સલ મળ્યા બદલની સહી કરવા જણાવી મહિલાના ગળામાંથી ચેન ઝૂંટવાની કોશીશ કરી હતી.તે ઇસમ એક સફેદ કલરની એકટીવા મોપેડ નં.જીજે ૦૬ એસકે ૩૯૦૬ લઇને ભરૂચના શીતલ સર્કલથી રેલ્વે સ્ટેશન તરફ આવી રહ્યો છે” જે બાતમી ને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.જ્યાં એકટીવા મોપેડ પર કિશોરભાઈ ઉર્ફે અજયભાઈ મોહનભાઈ માછી ઉ.વ.૪૬ રહે.રાજ રતનપોળ આજવા રોડ વડોદરા,આવતા તેને અટકાવી પુછપરછ કરતા સદર ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી.

ત્યારબાદ કિશોર માછીની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા ગતરોજ તા.૨જી જાન્યુ એ સાંજના સમયે વડોદરા શહેરમાં રાધા કૃષ્ણ પાર્ક અકોટા ખાતે વૃદ્ધ પુરુષના ઘર પાસે જઈ પાર્સલ આપવાના બહાને સહી કરવા ઘરની બહાર બોલાવી પુરુષનાં ગળામાંથી ચેન સ્નેચિંગ કરેલ હોવાની કબૂલાત કરી હતી. કિશોર ઉર્ફે અજય માછી પાર્સલ આપવાનાં બહાને વૃદ્ધોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. અને ગુજરાતભરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં માં ૨૦ થી વધુ ચેન સ્નેચિંગનાં ગુનામાં પકડાયેલ છે.કિશોર વિરુદ્ધ ભરૂચ શહેર સી ડીવી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સાથે તેનીસફેદ કલરની એકટીવા મોપેડ પણ કબજે કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે કિશોર માછી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.જેની વિરુદ્ધ ગાંધીનગર, આણંદ, વેજલપુર, અમદાવાદ, વડોદરા, વીજાપુર, હિમ્મતનગર, બોરસદ, નડીયાદ,જુનાગઢ પોલીસ મથકે ચેન સનેચિંગ સહિત વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









