જિલ્લા ભરની ૨૦૦ જેટલી કંપનીના પ્રતિનિધિઓએ ભાગ લીધો

નવો કાયદો ઉદ્યોગકરો અને કામદારો વચ્ચે સંતુલનનું નિર્માણ કરશે
ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સુરક્ષાના નવા કાયદા અંગે રાજ્યનો સર્વપ્રથમ માર્ગદર્શન સેમિનાર વાગરા તાલુકા ના વિલાયત સ્થિત કલરટેક્સ કંપની ખાતે યોજાયો હતો.જેમાં જિલ્લા ભરની ૨૦૦ જેટલી કંપનીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.નવો કાયદો ઉદ્યોગકરો અને કામદારો વચ્ચે સંતુલનનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા અને શ્રમિક કલ્યાણના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યુ છે.વાગરાની વિલાયત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કલરટેક્સ કંપનીના સભાખંડમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના નવા કાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા તેમજ કાયદા અંગે ઉદ્યોગ સાહસિકો માં જાગૃતિ કેળવાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં ભરૂચ જિલ્લા માં આવેલ GIDC ની ૨૦૦ જેટલી કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણોને વધુ કડક બનાવવા માટે અમલમાં મુકાયેલા નવા કાયદાકીય સુધારા અંગે ગુજરાતમાં યોજાયેલો આ પ્રકારનો પ્રથમ સેમિનાર હતો.કાર્યક્રમનું સંચાલન ભરૂચના ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી ના નાયબ નિયામક,ના ડી.બી ગામીત દ્વારા કરવામાં આવ્યુ હતુ.

તેમની સાથે સહાયક નિયામક વિમલ હડવડિયાએ પણ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.અંદાજે ચાર કલાક સુધી ચાલેલા આ સઘન તાલીમ સેશનમાં વિલાયત, સાયખા, પખાજણ અને દહેજ અને પી આઈ પી જેવી અગ્રણી ઔદ્યોગિક વસાહતોના વિવિધ એકમોમાંથી મોટી સંખ્યામાં સેફ્ટી ઓફિસરો અને કંપની પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.આ તબક્કે અધિકારીઓએ નવા કાયદાની એક-એક કલમ અને તેમાં થયેલા ફેરફારોની ઝીણવટપૂર્વક સમજણ પુરી પાડી હતી.જેથી ભવિષ્યમાં કોઈપણ ઉદ્યોગ એકમ કાયદાકીય ગૂંચવણમાં ન સપડાય. નવો કાયદો ઉદ્યોગ સાહસિકો અને શ્રમજીવીઓ વચ્ચે સંતુલનનું નિર્માણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવશે.એક તરફ જ્યાં આ કાયદો બેદરકાર એકમો પર કાયદાનો સિકંજો કસશે તેમજ સુરક્ષાના માપદંડોમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે.તો બીજી તરફ તે ઉદ્યોગનગરીમાં કામ કરતા લાખો શ્રમજીવીઓ માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની ગેરંટી બનશે.નવા કાયદામાં કામદારોના સ્વાસ્થ્ય પરીક્ષણ, કાર્યસ્થળની આસપાસના વાતાવરણ અને અકસ્માત નિવારણ માટે અત્યંત કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

જેને હાજર રહેલા તમામ સલામતી તજજ્ઞોએ ઉષ્માભેર આવકારી હતી. અંતમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આવા સેમિનારોથી ઉદ્યોગોમાં નો એક્સિડન્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મોટી મદદ મળશે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે, નવા કાયદાના અમલીકરણથી ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો વૈશ્વિક સ્તરની સુરક્ષા વ્યવસ્થા તરફ આગળ વધશે.આ પ્રસંગે કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝના ડૉ. મહેશ વશી,ગ્રાસીમ ના સંજીવ વર્મા, જુબીલન્ટ ના અલકેશ રાણા,સાયખા એસોસિએશન ના પ્રતિક દેવાણી સહિત અલગ અલગ કંપનીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
સૈયદ અમજદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









