ઉધના પોલીસે ૨૦૨૫ ના વર્ષમાં ૯૦ સખ્શોને પાસા હેઠળ રાજ્યની અલગ-અલગ જેલોમા ધકેલી દીધા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉધના પોલીસે વિતેલા ૨૦૨૫ ના વર્ષમાં ૯૦ સખ્શોને પાસા હેઠળ રાજ્યની અલગ-અલગ જેલોમા ધકેલી દીધા હતા.વિવિધ ગુનાઓ આચરવાની ટેવવાળા તેમજ પ્રોહિબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ, વ્યાજખોરી, સાયબર ક્રાઇમની ગુનાહીત પ્રવૃતીમાં સંડોવણી ધરાવતા ઇસમો ગુનો કરતા અટકે અને ગુન્હાખોરી પર અંકુશ જળવાઈ રહે અને લોકોની સુખાકારી અને સલામતી અકબંધ રહે તે માટે અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ માથાભારે તથા બુટલેગરો સહિત ગુનાહીત માનસિકતા ધરાવતા આરોપીઓ વિરુધ્ધ ઉધના પોલીસે ૨૦૨૫ ના વર્ષમાં કુલ ૯૦ “પાસા દરખાસ્ત” તૈયાર કરી સુરત શહેર પોલીસ કમિશ્નરને મોકલી આપી હતી.

જે પોલીસ કમિશ્નર દ્વારા મંજુર રાખવામાં આવી હતી.તે અંતર્ગત પોલીસે તમામ પાસાના હકમોની બજવણી કરી સર્વે આરોપીઓને ગુજરાત રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ સુરત,

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!