ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ,જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો હતો.સચ્ચિદાનંદ શાળા ખાતે યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કેમ્પમાં ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન આધુનિક SICS (સ્ટીચલેસ) ટેકનિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું છે તે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે.

તેમજ જેમને વેલ પાંપણ,આંખની અન્ય સમસ્યાની સરવાર ની જરૂરિયાત છે તેમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, જેમને આંખના નંબર હોવાનું જાણવા મળ્યું છે તે તમામ દર્દીઓને ચશ્મા પણ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવ્યા હતા. આ સેવાઓ દ્વારા આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી હતી.ડોક્ટર તરીકે સ્નેહલ સોઢીયા અને નવલસિંહ રાઠવા એ સેવા આપી હતી .આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્ય મુનીર પઠાણ, પૂર્વ પ્રમુખ જયશિલ પટેલ, ફહમી મોતીવાલા, પ્રકાશ મેકવાન, ઇફતેખાર સૈયદ, ગૌતમ ડોડીયા, વાહીદ મસહદી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.

આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ કેમ્પને મળેલ ઉત્સાહજનક પ્રતિસાદ બદલ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી અને જન સૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વરભાઈ પરમાર દ્વારા તમામ સહયોગીઓ, ડૉક્ટરો અને હાજર રહેલ નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સૈયદ અમજદ

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!