કચ્છના જખો સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાન રાખી સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા ભાગરૂપે જખૌ સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વિશેષ કરીને મોહાડી ગામથી જખૌ બંદર સુધીના દરિયાઈ પટ્ટા પર મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આવી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કામગીરી ગુજરાત રાજયના દરિયાઈ સુરક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી છે.જેમ કે પોલીસ મહા નિર્દેશક અમિત વિશ્વકર્મા સાહેબ તથા પોલીસ મહા નિરીક્ષક (દરિયાઈ સુરક્ષા) પી.એલ. માલ તથા હજીરા સુરતના મરીન સેક્ટર કમાન્ડર એસ.પી. એસ.જે પરમારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ટીમોને કામે લગાવી હતી. ગ્રાઉન્ડ લેવલ પર આ ઓપરેશનનું નેતૃત્વમાં જખૌ સેક્ટરના DYSP આર એમ ચૌધરી તથા જૈ એસ જે રાઠોડ તથા psi વી.એમ.ખોખર તથા જખૌ સેક્ટરના મરીન કમાન્ડોએ સંભાળ્યું હતું મોહાડીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સધન પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં શંકાસ્પદ જણાતી બોટો, કાંઠા વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઈસમો, તેમજ દરિયાઈ કાંઠાઓમાં પડેલી આવાવરું પડેલી બોટું તથા આવાવરુ જગ્યાઓનું જીણવટ પૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું જેથી દરિયાઈ માર્ગે થતી કોઈપણ ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી શકાય
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









