પાવાગઢ ખાતે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ પંચમહાલના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાવાગઢ ખાતે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા પાવાગઢ તળેટી અને ડુંગર વિસ્તારમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી કુલ ૩૧ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી કુલ ૨૧ નમૂના લેવામાં આવ્યા હતા. જે નમૂનાઓ સરકારી પ્રયોગશાળામાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આવ્યાથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની એક યાદીમાં જણાવાયું છે આ તપાસ દરમિયાન વેપારીઓને સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી, હાઇજીનિક ફૂડ હેન્ડલિંગ અંગેના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ટીમ દ્વારા વિવિધ મસાલા, સોસ, પાપડ વગેરે જેવી રૂપિયા ૩૪૨૯ ની કિંમતની એક્સપાયર થઈ ગયેલ ચીજ વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હોવાનું યાદીમાં વધુમાં જણાવાયું છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!