દહેજ પંથકના ચોરીના બે ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાન થી પકડાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના દહેજ પંથકના ચોરીના બે ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તા-ફરતા આરોપીને દહેજ પોલીસે રાજસ્થાન થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સપેક્ટર કે.જી.સિસોદીયા એ દહેજ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી હતી.જેઓને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને દહેજ પોલીસ સ્ટેશન ખાતે આશરે અગિયાર વર્ષ અગાઉ ચોરીના બે ગુનાઓના આરોપીઓ પૈકી એક આરોપી નામે રામકુમાર ખીચડ છેલ્લા અગિયાર વર્ષથી નાસતો ફરતો હતો.જેની પોલીસ ને બાતમી મળી હતી કે, દહેજ પોલીસ સ્ટેશન ના ચોરીના બે ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામકુમાર ખીચડ હાલમાં તેના ઘરે લોહાવટ ગામ જી.ફલોદી-જોધપુર (રાજ.) ખાતે હાજર છે. જે બાતમી ને આધારે દહેજ પોલીસ ની એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી.અને બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા સદર આરોપીને તેના ઘરેથી પકડી પાડી દહેજ પોલીસ સ્ટેશન લાવી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપી રામકુમાર ખીચડ રાજસ્થાનના લોહાવટ પોલીસ સ્ટેશન ખાતે હિસ્ટ્રીશીટર હોવાની વિગતો સાંપડી છે. સાથે જ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે.તેની વિરૂધ્ધ રાજસ્થાન જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં NDPS ના ૨ ગુનાઓ, આર્મસ એકટના ૩ ગુનાઓ,હત્યાના પ્રયાસના ગુનાઓ, ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!