અંકલેશ્વર તાલુકાના મોતવાણ ગામે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જીવદયા કાર્યકર્તાઓએ અત્યંત તકેદારીપૂર્વક આશરે 5 ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. અજગરને કોઈ ઈજા ન થાય તેની ખાતરી કરવામાં આવી હતી.રેસ્ક્યૂ બાદ અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અજગર ખેતર વિસ્તાર પાસે દેખાતા તેમણે તરત જ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. ટીમના સમયસરના પ્રયત્નોને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









