અંકલેશ્વરના દીવા ગામમાંથી મગર પાંજરે પુરાયો, વન વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ મગરને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જેના પગલે ગ્રામજનોએ તાત્કાલિક સરપંચને જાણ કરી હતી. ગ્રામજનો દ્વારા સરપંચ અઝીમા માંજરાને આ અંગે જાણ કરવામાં આવતા, તેમણે તરત જ વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને મારણ સાથે એક પાંજરું ગોઠવ્યું હતું, જેથી મગરને પકડી શકાય. ગોઠવેલા પાંજરામાં મગર ફસાઈ ગયો હતો. મગર પકડાયાના સમાચાર મળતા જ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મગરનો કબજો લીધો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!