અંકલેશ્વર શહેરની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૩૭ વર્ષથી વોન્ટેડ બે આરોપીઓ ને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે છોટા ઉદેપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.પેરોલ ફર્લો સ્કોડ ના પો.સબ.ઇન્સ.આર.એસ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના જવાનો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડવા માટે પ્રયત્ન હાથ ધરતા આ દરમ્યાન બાતમી મળી હતી કે,અંકલેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી ના ગુનામાં ધરપકડ કરવાની બાકી હોઈ તેમજ છેલ્લા ૩૭ વર્ષથી નાસતા ફરતા આરોપી રતીલાલ રઘાભાઇ તડવી મુળ રહે.બળદ તા.કવાટ જી.છોટા ઉદેપુર હાલ રહે.નવી રૂઢી તા.પાવી જેતપુર જી.છોટા ઉદેપુર તથા રસીકભાઇ નાનજીભાઇ ઉર્ફે નાયકાભાઇ રાઠવા રહે. મણીનગર ફળીયુ, નવા સ્મશાન પાસે, ફેરકુવા ગામ તા.બોડેલી જી.છોટા ઉદેપુર બોડેલી ખાતે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છોટાઉદેપુર ખાતે તપાસમાં પહોંચી હતી.જ્યા રતીલાલ રઘાભાઇ તડવી ને નવી રૂઢી તા.પાવી જેતપુર જી.છોટા ઉદેપુર થી તથા રસીકભાઈ નાનજીભાઇ ઉર્ફે નાયકાભાઇ રાઠવાને રંગપુર આનંદ નિકેતન આશ્રમ કવાટ તા.જી.છોટા ઉદેપુર ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવહી માટે અંકલેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ અંકલેશ્વર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









