આણંદ જિલ્લાના પેટલાદ એસટી ડેપોના સફાઈ કામદારો ને સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા હતા.એસ.ટી.નિગમ માં ચાલતી સ્વચ્છતા ઝુંબેશ અન્વયે પેટલાદ ડેપો ખાતે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ ની સેવા ને બિરદાવી તેઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પેટલાદ શહેર ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓ , વિભાગના વિભાગીય નિયામક સી.ડી.મહાજન,પેટલાદ ડેપોના મેનેજર તેમજ પેટલાદ એસ.ટી ડેપોનો સ્ટાફ હાજર રહયો હતો. સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેઓને પુષ્પ ગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું હતું. સાથે જ મીઠાઈ આપીને કામદારો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુસાફર જનતાને સફાઈ બાબતે જાગૃતિ આવે તે અંગે સમજ પુરી પાડવામાં આવી હતી. સ્વચ્છતા સ્વભાવ થી વિશેષ સંસ્કાર માં પરિણમે તે અંગે સમજણ સાથે અપીલ કરવામાં આવી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ આણંદ

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092