જંબુસર ખાતે WBVF બચત અને ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી.વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત THE WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિ. ભરૂચની વાર્ષિક સાધારણ સભા આદર્શ હાઇસ્કૂલ, જંબુસરના હોલમાં યોજાઈ હતી.મંડળીના પ્રમુખ મહમદ હનીફ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ સાધારણ સભામા WBVF ના ઈન્ડિયા ચેપ્ટર ના પ્રમુખ નાસીરભાઈ પટેલ તથા મંડળીના હોદ્દેદારો તથા કારોબારી કમિટિના સભ્યો સહિત સભાસદોએ હાજરી આપી હતી.તિલાવતે કુર્આનથી સભાની શરૂઆત કર્યા બાદ સભાના અધ્યક્ષ ની વરણી કરવામા આવી હતી.સ્વાગત પ્રવચન બાદ મંડળીના સેક્રેટરી રફીક અહમદ એ. પટેલ દ્વારા ગત સાધારણ સભાની કાર્યવાહી નોંધ, મંડળીની આવક-જાવકનું સરવૈયું, ઓડિટ રીપોર્ટ, મંડળીનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.જેને ઉપસ્થિત તમામ સભાસદોએ સર્વાનુમતે અનુમતિ આપી હતી. ત્યાર બાદ મંડળીના સભાસદોની સંખ્યા,લોન ધિરાણની વિગતો તથા મંડળી સંચાલિત અલીફ માર્ટના પ્રગતિ અહેવાલની વિગતો પ્રોજેકટરના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી હતી.મંડળીના જોઇન્ટ સેક્રેટરીએ બાળ બચત યોજના વિશે માહિતી આપી તેને લાગુ કરવા સભાની મંજુરી મેળવી હતી.ત્યારબાદ WBVF ઈન્ડિયા ચેપ્ટરના પ્રમુખ જનાબ નાસીરભાઇ પટેલે મંડળીની ભવિષ્યની યોજનાઓ તથા મંડળીના આગામી વિકાસલક્ષી આયોજનો વિશે વિસ્તૃત માહિતી પીરસી હતી. મંડળીની “તત્કાલ ધિરાણ યોજના”નું વિધિવત લોન્ચિંગ કરી,મંડળીને વધુ સધ્ધર બનાવવા ઉપસ્થિત તમામને સહકાર આપવા અપીલ કરી હતી. ત્યારબાદ મંડળી સંચાલિત અલીફ માર્ટ ના સ્ટાફને પ્રોત્સાહક પ્રમાણપત્રો તથા રોકડ ઈનામો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. હાજર સભાસદો એ વાર્ષિક સાધારણ સભાના તમામ એજન્ડા પર થયેલ ચર્ચા વિચારણા તેમજ કાર્યવાહીને મૌખિક સંમતિ આપી તે અંગેના તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. અંતમાં, પ્રમુખસ્થાનેથી મહમદહનીફ પટેલ દ્વારા માઈક્રોફાઈનાન્સ-ગ્રામિણ બેંકના પ્રણેતા અને બાંગ્લાદેશના પ્રવર્તમાન પ્રમુખ મોહંમદયુનુસ નું દૃષ્ટાંત ટાંકી મંડળીના ઉમદા હેતુઓ વિશે વિસ્તૃત સમજ પુરી પાડી હતી.કાર્યક્રમને સફળ બનાવવામાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન જંબુસર તાલુકાના સંયોજકો તથા આદર્શ હાઇસ્કૂલના સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી.સભાનું સંચાલન WBVF ના મેનેજર મહમંદ ભોપાએ કર્યું હતું.અંતે દુઆ કરી અલ્પાહાર બાદ સભા સંપન્ન કરવામાં આવી હતી.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









