વાગરા ના અગ્રણી જાવેદ મુન્શીએ “આપ” ને અલવિદા કરી “કોંગ્રેસ” સાથે હાથ મિલાવ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના આમ આદમી પાર્ટી ના અગ્રણી જાવેદ મુન્શીએ “આપ” ને અલવિદા કરી “કોંગ્રેસ” સાથે હાથ મિલાવ્યો હતો.તેઓ ની સાથે અનેક યુવાનો કોંગ્રેસ મા જોડાયા હતા.આગામી નજીક ના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તે પહેલા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં રાજકીય ઉથલપાથલ તેજ બની છે.ત્યારે AAP થી નારાજ કાર્યકરો પક્ષ છોડી રહયા ની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.AAP ના અગ્રણી જાવીદ મુન્શી પોતાના અનેક કાર્યકરો સાથે આમ આદમી પાર્ટી સાથે નો છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી હતી.

 

ઘરવાપસી ટાણે જાવેદ મુન્શીએ આપ પર ગંભીર વાકપ્રહાર કર્યા હતા.તેઓએ આમ આદમી પાર્ટી ને ભાજપ ની બી ટીમ ગણાવી હતી.આપમાં અંદરો અંદર ની ટાંટિયા ખેંચ અને પક્ષમાં રહેલા વિભાજનકારી તત્વો ને કારણે કાર્યકરો આપ પાર્ટી છોડી રહયા ની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.ભરૂચ જિલ્લામાં આમઆદમી પાર્ટી ના વાગરાના એક આગલી હરોળ ના નેતા ને કારણે કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.આ અગ્રણી અગાઉ કોંગ્રેસ પક્ષમાં હતા.ત્યારબાદ કોંગ્રેસ ના વળતા પાણી જોઈ તકસાધુ આ મુરબ્બીએ ભાજપ નો ભગવો ધારણ કરી લીધો હતો.અને હાલ કાચીંડા ની જેમ રંગ બદલી આપ માં જોડાઈ કોંગ્રેસ અને ભાજપ ને ભાંડવામાં જરાય કસર બાકી રાખતા નથી.આવા લેભાગુ તત્વો ને કારણે આમ આદમી પાર્ટી ને આવનાર નજીકના સમયમાં ભારે નુકશાન ભોગવવાનો વારો આવે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.રાજકીય પંડિતોનું માનવું છે કે,આ પ્રકારના પક્ષપલટા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે.એક તો ટિકીટ ન મળવાની નારાજગી અને બીજું ટિકીટ મળવાની લાલસા. જે નેતાઓ વર્તમાન પક્ષમાં ટિકીટથી વંચિત રહે છે. તેઓ અન્ય પક્ષમાં તક શોધે છે. તેવામાં આગામી ચૂંટણીઓમાં પોતાને યોગ્ય સ્થાન મળે તે આશાએ નેતાઓ સમયસર પક્ષ બદલી રહ્યા છે. વાગરા તાલુકામાં આટલા મોટા પ્રમાણમાં થયેલ ઉથલ પાથલની ઘટના સૂચવે છે કે, ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ લેવલે રાજકીય પક્ષો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે આ રાજકીય અસ્થિરતા આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા સેવાઇ રહી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા ,

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!