વાગરા તાલુકાના પખાજણ ખાતે ઇદે મિલાદુન્નબી નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૬૦ મહિલાઓ સહિત ૩૦૦ રક્તદાતા એ રક્તદાન કર્યું હતું.હિંદુ – મુસ્લિમ યુવાનોએ રક્તદાન કરી સમાજને એક અનોખી મિશાલ પુરી પાડી હતી.ઉલ્લેખનીય છે કે એકત્રિત થયેલુ રક્ત થેલેસેમિયાથી પીડિત બાળકો અને અન્ય ગંભીર દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ બનશે.વાગરા ના પખાજણ ગામમાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરાયુ હતુ.૩૦૦ થી વધુ યુનિટ થયેલ રક્તદાનમાં મહિલાઓએ પણ રક્ત આપી અનોખી ભૂમિકા ભજવી હતી.

આ પ્રસંગે હિંદુ – મુસ્લિમ યુવાનોએ રક્તદાન કરી સમાજને એક મિશાલ પુરી પાડી હતી.વાગરા ના પખાજણ સ્થિત આવેલી પ્રાયમરી સ્કૂલ ખાતે હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના જન્મદિવસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો.ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકત સૂફી એ મિલ્લત અલ્હાજ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબની પ્રેરણાથી અને ખલિફાએ સૂફી એ મિલ્લત સૈયદ વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ગામ સહિત આસપાસના ગામોના હિન્દુ-મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ. બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો.આયોજકોએ જણાવ્યુ હતુ કે, એકત્રિત થયેલુ રક્ત થેલેસેમિયાથી પીડિત બાળકો અને અન્ય ગંભીર દર્દીઓના જીવન બચાવવામાં અત્યંત મદદરૂપ થશે.કેમ્પની શરૂઆતથી જ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.દિવસના અંતે કુલ ૩૦૦ યુનિટ બ્લડ એકત્ર કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.જે પૈકી ૬૦ જેટલા યુનિટ મહિલા બહેનોએ ડોનેટ કરી અનોખી મિશાલ પુરી પાડી હતી.કાર્યક્રમમાં ફેઝ યંગ સર્કલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો,સ્થાનિક આગેવાનો અને આસપાસના ગામોના રક્તદાતાઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.

આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમણે ભવિષ્યમાં પણ આવા સમાજ ઉપયોગી કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઇદે મિલાદુન્નબીની ખુશીમાં રક્તદાન જેવુ મહાન કાર્ય કરીને પખાજણ ગામના યુવાનોએ સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.આજના દિવસે ફૈઝ યંગ સર્કલ ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









