ગળતેશ્વર તાલુકાના વાડદ ગામ ના રોશન ઝમીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધો.૯ થી ૧૨ ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ સરસ્વતી હાઈસ્કૂલના પટાગણમાં યોજાયો હતો. વાડદ જુમ્મા મસ્જિદના મૌલાના હાજી તાજુદ્દીન અલી સૈયદ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સત્કાર સમારંભ ના ઉપાધ્યક્ષ તરીકે નડિયાદના નિવૃત્ત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એમ. યુ .મલેક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સન્માન સમારોહમાં ધો.૯ થી ૧૨ ના તમામ તેજસ્વી તારલાઓનું મહેમાનોના વરદ હસ્તે સિલ્વર મેડલ. સન્માન પત્ર અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. નડિયાદ ના વેલ્ફર એન્ડ એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ દ્વારા વાડદના નિવૃત નાયબ મામલતદાર હાજી હસનમીયા.આર.શેખ ને કૌમે મિલ્લત નું એવોર્ડ અર્પણ કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન તરીકે નડિયાદ ના વેલ્ફર એન્ડ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ. મુઝખ્મીલખાન પઠાણ. મંત્રી .ઈકબાલભાઈ મેમણ. ઈમ્તિયાઝ ભાઈ વૈઘ. સરપંચ ઝાકીર હુસેન શેખ. હાજી ઈશાક મિસ્ત્રી. જુમ્મા મસ્જિદના પ્રમુખ ગુલામ મૈયુદ્દીન મિયા શેખ દુબઈ વાળા, સરસ્વતી સ્કૂલના પ્રમુખ. જયંતીભાઈ પટેલ. વિજયભાઈ ઉફે લાલાભાઇ પરમાર. ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે સમારંભના ઉપાધ્યક્ષ અને નિવૃત્ત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એમ. યુ. મલેક,ઈકબાલભાઈ મેમણ,હાજી ઈશાક ભાઈ મિસ્ત્રી તેમજ મલેક ગુલામભાઈ તલાટી એ પ્રસંગના અનુરૂપ પ્રસંગિક પ્રવચન કરી દરેક સમાજના બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા અને દીકરા-દીકરીનું ભેદભાવ ભૂલી કન્યા કેળવણી ઉપર ખાસ ભાર મૂકી-સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણના ભાથા થી સજ્જ કરવા અપીલ કરી હતી.

સાથે જ દીની અને દુન્યવી બંને તાલીમ હાંસલ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં આયોજકો તેમજ ટ્રસ્ટની સેવાઓ અને કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિવૃત નાયબ મામલતદાર. અને ટ્રસ્ટના મંત્રી એચ.આર.શેખ. પ્રમુખ સલીમ અહેમદ શેખ. ઉપપ્રમુખઅલી મોહમ્મદ શેખ. પત્રકાર .યાસીનભાઈ શેખ અંઞાડી. કાંતિભાઈ પત્રકાર. હાજી તાજુ મિયા મલેક. હાજી ઈસ્માઈલ મિયા શેખ. ભીખા મીયા શેખ. મજીત ભાઈ દિવાન. સરમસ્ત ખાન પઠાણ. શાળાના આચાર્ય ડી.એમ .સોલંકી વગેરે મહાનુભવો એ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન શેખ આશિક હુસેન માસ્તરે કર્યું હતું.
યાસીન શેખ,અંગાડી
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









