વાગરા સ્થિત જાણીતા ડિજિટલ સમાચાર પત્ર અને ન્યૂઝ ચેનલ ‘ડિજિટલ યુગ ડેઇલી ન્યૂઝ’ એ તેની સ્થાપનાના ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
આ સિદ્ધિ બદલ સંસ્થા દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે. ‘ડિજિટલ યુગ ડેઇલી ન્યૂઝ’ એ માત્ર સમાચાર પ્રસારણનું માધ્યમ જ નહીં, પરંતુ વાગરા અને આસપાસના વિસ્તારો માટે એક જનમાધ્યમ તરીકે પણ ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મે સ્થાનિક મુદ્દાઓ, જાહેર સુવિધાઓ અને લોકોની સમસ્યાઓને વાચા આપી છે, જેના કારણે તે સ્થાનિક સમુદાયનો એક અભિન્ન ભાગ બની ગયું છે. સાચા અને નિષ્પક્ષ અહેવાલો થકી, ‘ડિજિટલ યુગ’ એ લોકોનો વિશ્વાસ જીત્યો છે અને ડિજિટલ પત્રકારત્વના ક્ષેત્રમાં એક અનોખી ઓળખ બનાવી છે.
ડિજિટલ માધ્યમના આ ઝડપી યુગમાં ‘ડિજિટલ યુગ’ ન્યૂઝ પ્લેટફોર્મે વાગરા સહિત સમગ્ર વિસ્તારના લોકો સુધી ઝડપી, સચોટ અને વિશ્વસનીય સમાચાર પહોંચાડીને લોકચાહના મેળવી છે. છેલ્લા ત્રણ વર્ષની આ સફળ સફર ઘણી પ્રેરણાદાયક રહી છે. આ પ્રસંગે ‘ડિજિટલ યુગ’ના તંત્રી સદ્દામ બી. ભટ્ટીએ તમામ દર્શકો, વાચકો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું કે દર્શકોનો સતત મળતો સહયોગ અને વિશ્વાસ જ અમારી સૌથી મોટી તાકાત છે. અને આ જ વિશ્વાસ સાથે અમે પત્રકારત્વના નવા માપદંડો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સિદ્ધિ સાથે ‘ડિજિટલ યુગ ડેઇલી ન્યૂઝ’ની સમગ્ર ટીમ ભવિષ્યમાં પણ તટસ્થ અને સાચી પત્રકારિતા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, અને ચોથા વર્ષમાં પ્રવેશ સાથે ડિજિટલ પત્રકારિતાના ક્ષેત્રમાં વધુ ઉંચાઈઓ સર કરવા માટે ઉત્સાહિત છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092