કલેક્ટરના જાહેરનામા ના સરેઆમ ધજાગરા :: જર્જરિત ઢાઢર બ્રિજ પર થી બેરોકટોક ભારદારી વાહનોની દૌડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પર થી ખુલ્લેઆમ ભારે વાહનો પસાર થઈ રહયા છે.ભરૂચ જિલ્લા કલેક્ટરે તાજેતરમાં જ જર્જરિત અને જીવલેણ બની ચૂકેલા આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ બહાર પાડ્યુ હતું.

પરંતુ આ હુકમને જાણે ખીંટી એ લટકાવી દેવામાં આવ્યો હોય તેમ આ બ્રિજ પરથી ભારેખમ વજન ધરાવતા વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યાં છે. કલેક્ટરના આદેશનો જાહેરમાં ભંગ થઈ રહ્યો છે. તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. પ્રશ્ન એ થાય છે કે શું પોલીસ અધિકારીઓ કલેક્ટરના આદેશને ઘોળી ને પી ગયા છે….?? કે પછી તેમને કોઈની સલામતી બાબતે કાંઈ પડી જ નથી…?? ઇંટો ભરેલાં ભારે વાહનો રાત્રે બેરોકટોક આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં છે. આ વાહનોનું વજન બ્રિજની ક્ષમતા કરતાં અનેક ગણું વધારે હોય છે,

જેનાથી ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ સ્પષ્ટપણે દર્શાવે છે કે કાયદાનું પાલન કરાવવા બંધાયેલ તંત્ર સદંતર નિષ્ફળ ગયુ છે, આ બ્રિજ કોઈ પણ ક્ષણે તૂટી શકે તેમ છે. અને જો કોઈ ભયાનક દુર્ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ રહેશે…??? કલેક્ટરના જાહેરનામાનો અમલ તાત્કાલિક અને કડકાઈથી થવો જોઈએ તેમ પંથક ની જનતા ઈચ્છી રહી છે.સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એ છે કે, શું પોલીસ તંત્રને આ ભયાનક દ્રશ્યો દેખાતા નથી? કે પછી જાણીબૂઝીને આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. જે રીતે ભારે વાહનો પોલીસ ચેકપોસ્ટ પાસેથી બેરોકટોક પસાર થઈ રહ્યાં છે, તે જોઈને તંત્ર ગંભીર પ્રશ્ને બેદરકાર હોવાનું ફલિત થાય છે.તમામ બેદરકારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ વચ્ચે હાલ ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે.

જો ભારે વાહનોના વજનને કારણે આ જર્જરિત બ્રિજ તૂટી પડે તો પરિસ્થિતિ અત્યંત ભયાવહ બની શકે તેમ છે. શું કલેક્ટર સાહેબ આ જીવલેણ બેદરકારીની જવાબદારી પોતાના શિરે લેશે? શું પોલીસ તંત્ર હાથ ખંખેરીને છટકી જશે? કે પછી આ ગેરકાયદેસર કામગીરી ચલાવનારાઓ પર કોઈ પગલાં લેશે? જીવ જોખમમાં મૂકી બ્રિજ પરથી માત્ર વાહનો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને શ્રમિકો સહિત અનેક લોકો દૈનિક અવરજવર કરે છે. આ ભયંકર જોખમ માત્ર વાહનો પૂરતું સીમિત નથી, પરંતુ માનવજીવન માટે પણ મોટો ખતરો છે. સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લઇ ઢાઢર બ્રિજ ને ‘મોતનો બ્રિજ’ બનતા અટકાવવું જોઈએ,

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!