સાયખા કેમિકલ ઝોનના ઉદ્યોગો દ્વારા છડેચોક ખુલ્લામાં બેફામ કેમિકલ છોડાતા પર્યાવરણ ને ગંભીર ખતરો…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાની સાયખા GIDCમાં કેટલાક માથાભારે ઉદ્યોગો થકી ખુલ્લામાં કેમિકલ છોડવામાં આવતું હોવાની વિગતો સપાટી પર આવી છે.વરસાદી મહોલનો લાભ લઈ ઝેરી કેમિકલનો ખુલ્લેઆમ વરસાદી પાણી ની સાથે નિકાલ કરવામાં આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પ્રદુષણ બાબતે GPCB ની ટીમૅ સેમ્પલ તો લીધા હતા પરંતુ કોઈ અસરકારક પગલાં લેવાશે કે કેમ તે બાબતે ખેડૂતો તેમજ પ્રકૃતિ પ્રેમીઓ માં અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.વાગરા તાલુકામાં દહેજ,સાયખા,વિલાયત સહિત પખાજણ વિસ્તાર માં અનેક વિધ આવેલ કંપનીઓ ને સ્થાનિકોએ આવકારી છે.પરંતુ આ સાથે કેટલીક કંપનીઓ દ્વારા નિયમો ને નેવે મૂકી કરાતા પ્રદુષણ થી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

કંપનીઓ નું પ્રદુષણ સ્થાનિક લોકો ના જીવન ને જોખમમાં મુકાવા સાથે જળ,જમીન અને વાયુ ને પણ ભયંકર નુકશાન પહોંચાડી રહ્યુ છે.હાલમાં જ વરસાદી માહોલમાં સાયખા માં આવેલ કેટલાક કેમિકલ ઉદ્યોગો એ તંત્ર નો ખૌફ રાખ્યા વિના ખુલ્લામાં ખુલ્લેઆમ કેમિકલ ઠાલવવામાં આવી રહ્યુ છે.પ્રદુષણ નિયંત્રણ કરતું તંત્ર માત્ર સેમ્પલ લઈ ને સંતુષ્ટ જણાઈ રહ્યુ છે.પરંતુ સેમ્પલ માં કઈ કંપનીએ પ્રદુષણ કર્યું છે અને તેની સામે કોઈ પગલા લેવાય છે કે કેમ…?? તે બાબત જવલ્લેજ ઉજાગર થતી હોય છે.હવે તો પરિસ્થિતિ એટલે હદે વણસી છે કે સ્થાનિકો અને ખેડૂતો ને સરકારી તંત્ર ઉપરથી બિલકુલ ભરોસો ઓછો થઈ ગયો છે.સાયખા માં ખુલ્લામાં કેમિકલ ઠલવાતા આસપાસ ના ગામોની સીમમાં દૂષિત પાણી પ્રવેશતા ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

અને ખેતીની જમીન માં ઉગેલો પાક નષ્ટ થતા ધરતીપુત્રો ની ચિંતા માં વધારો થવા પામ્યો છે.ભેરસમ ગામની નવી વસાહત માં રહેતા ખેડૂત બાશલિયાભાઈ ડાવરએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, વહીવટી તંત્રનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ રહ્યુ છે.તેઓએ વારંવાર રજૂઆતો કરી હતી.તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી.

વહીવટી તંત્ર આ બાબતે કોઈ ચોક્કસ દિશા નિર્દેશ સાથે અસરકારક કામગીરી કરે તેજ સમય ની માંગ છે.વરસાદી માહોલમાં તક નો લાભ ઉઠાવી ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવનાર ઉદ્યોગો સામેં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિત સંબંધિત તંત્ર કડક હાથે કામ લઇ પર્યાવરણ ને થતા નુકશાન ને અટકાવવા મેદાનમાં આવે તેવી માંગ પંથકમાંથી બુલંદ થવા પામી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!