આમોદ અને જંબુસર ની વચ્ચે થી પસાર થતી ઢાઢર નદી ની જળસપાટી વધતા નદી નજીક ના ગામલોકો ને સાવચેત રહેવા વહીવટી તંત્ર એ અપીલ કરી હતી.ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડવાને કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં પાણી નું સ્તર વધતા હાલ ઢાઢર નદી ૧૦૦ ફૂટ ના લેવલ ની આસપાસ વહી રહી છે.

ઉલ્લેખનીય છે કે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના જળસ્તરમાં એકાએક વધારો નોંધાયો હતો.જોકે હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા ઢાઢર નદીની જળસપાટી ૯૯.૪ ફૂટે સ્થિર થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.ઢાઢર નદીનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતપાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ પ્રસરી જવા પામી છે.

હાલ તો ઢાઢર તેના રૌદ્ર સ્વરૂપ સાથે બે કાંઠે વહી રહી છે.જેને કારણે આમોદ તાલુકાનાં નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ ગામોમાં પણ તેની અસર જોવા મળી હતી.આમોદ તાલુકાના પુરસા,કાંકરિયા,મંજુલા,દાદાપોર તેમજ બુવાં ગામનાં ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી ફરી વળતાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું.ઢાઢર નદી નું જળસ્તર વધતા આમોદ તાલુકા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ એકશન મા આવી ગયું હતું.તંત્ર દ્વારા ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અનુરોધ કરાયો છે.


ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









