આમોદ ના કોલવણા ગામે ઇસ્લામ ધર્મ ના અંતિમ પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ.)ના જન્મદિવસ ઇદે મિલાદુન્નબી ની આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.વરસાદી માહોલમાં પણ સવારે અકીદતમંદ લોકોએ ઝુલુસ કાઢ્યુ હતુ.

વરસાદ ના વિરામ બાદ જુમ્મા ની નમાજ પછી પણ ઝુલુસ કાઢવામાં આવ્યુ હતુ.ઝુલુસમાં બાળકોથી લઈને વડીલો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.સૌએ ધાર્મિક પહેરવેશ પહેરી હાથમાં ઝંડાઓ ધારણ કરી ઝુલૂસમાં શામેલ થયા હતા.જુલુસ મા ધાર્મિક નારાઓ લગાવવા સાથે નાત શરીફનું પઠન કરવામા આવ્યુ હતુ.જેને પગલે સમગ્ર વાતાવરણ બંદગી ભર્યું બની ગયુ હતુ.વરસાદી માહોલમાં પણ લોકો અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે અનેક જગ્યાએ દૂધ, કોલ્ડ્રિંક્સ, કેક અને ચોકલેટ સહિતની ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ તબક્કે કોલવણા સ્થિત હઝરત જબ્બારશાહ બાવાની દરગાહ પર ફાતેહા ખ્વાની રાખવામાં આવી હતી.કોલવણા ગામે નુરે મોહંમદી મસ્જિદ માં પાક મુએ મુબારક,જુલ્ફ મુબારક અને નાલેન પાકની જીયારત પણ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે સવાર અને સાંજે દાવતે આમ ન્યાજનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ઇદે મિલાદ ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









