વાગરા નગરમાં સવારે વિરામ લીધા બાદ વરસાદે રાત્રે 9:30 કલાકે ગાજવીજ સાથે પુનરાગમન કર્યું છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.

જેણે દિવસભરની ગરમી અને બફારાથી લોકોને રાહત આપી છે. દિવસ દરમિયાન વાગરામાં વરસાદે વિરામ લીધો હતો. જેના કારણે ગરમી અને બફારાથી લોકો અકળાયા હતા.

પરંતુ રાત્રે અચાનક વાતાવરણ પલટાતા આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. ભારે પવન સાથેના વરસાદથી પાકને નુકસાન થવાની પણ ભીતિ રહે છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી સ્થાનિકોમાં એક તરફ ખુશી છે. તો બીજી તરફ વીજળીના કડાકાને કારણે સાવચેતી પણ જોવા મળી રહી છે.
DIGITAL YUG NEWS VAGRA
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









