ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો નું પારિતોષિક એનાયત કરી સન્માન કરાયું.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો ને જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો.ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ એટલે કે ‘શિક્ષકદિન’ નિમિત્તે ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદ થયેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં શ્રેષ્ઠ શિક્ષકો તથા બી.આર.સી.કૉ-ઓર્ડિનેટરને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લાના બોર્ડની પરિક્ષાઓમાં છેલ્લા ચાર વર્ષથી સતત ૧૦૦% પરિણામ મેળવનાર પ્રતિભાશાળી શિક્ષકોનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. GSQAS સર્વેક્ષણમાં A+ ગ્રેડ મેળવનાર શાળાઓનું પ્રશસ્તિ પત્રથી સન્માન કરવામાં આવ્યુ હતું.

જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરતા શિક્ષકોની સેવાને બિરદાવતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.ભરૂચ જિલ્લામાં તાજેતરમાં નેશનલ એચીમેન્ટ સર્વે (NAS) માં જિલ્લાનું ૧૯મું રેન્કિંગ છે, પરંતુ આ રેન્કિંગને ટોપ ૧૦ માં લાવવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરવું પડશે. શિક્ષકોને વધુને વધુ તાલીમ અને જરૂરી સાધનો પૂરા પાડીને તેમનું જ્ઞાન અને કૌશલ્ય વધારવું પડશે. સાથોસાથ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને વાતાવરણ આપવા પ્રાથમિક શિક્ષક અને માધ્યમિક શિક્ષક વચ્ચેના કોમ્યુનિકેશન ગેપને ઘટાડવા આપણે જિલ્લામાં એક સિસ્ટમ લાગુ કરી રહ્યા છે. જેનાથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરી શકીશું અને ભરૂચમાં શિક્ષણના સ્તરને વધુ ઉંચાઈ પર લઈ જઈ શકીશું.વિવિધ ક્ષેત્રમાં આવી રહેલું ટેકનોલોજીનું આગમન તમામ ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તનો લાવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ શિક્ષણની ગુણવત્તામાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. શિક્ષણક્ષેત્રે ગુણવત્તારૂપ શિક્ષણના આ બદલાવ સાથે તાલ મિલાવવા માટે શિક્ષકોએ પણ પોતાની જાતને સતત અપડેટ કરી શિક્ષણની નવીન પદ્ધતિઓ અપનાવી પડશે.તેમણે કહ્યું હતું કે, આપણા પાસે યુવા વસ્તીનું મોટું બળ (ડેમોગ્રાફિક ડિવિડન્ડ) છે, અને તેને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી આપણે સૌએ ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવી શકીએ છીએ. આ માટે, શિક્ષકોની ખૂબ મોટી જવાબદારી બને છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડને અત્યારથી એ દીશામાં માર્ગદર્શિત કરીશુ ત્યારે આપણે સૌ ભારતને એક ઉજ્જવળ ભવિષ્ય આપીશું.આ તબકકે, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સાથે જ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવેલા શિક્ષકોએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્વારા મહાનુભાવોના હસ્તે ભરૂચ શિક્ષણવિભાગની વેબસાઈટનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું હતુ. આ વેબસાઈટમાં શિક્ષકો, શાળાઓ, વિદ્યાર્થીઓને લગતી બાબતો અને વિવિધ પરિપત્રો વગેરે ઉપલબ્ધ બનશે.’શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’માં શિક્ષકોને પ્રશસ્તિપત્ર અને શાલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષકો સહિત જ્ઞાન સાધના-જ્ઞાન સેતુમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન થાય એ માટે તેમનું પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે સ્વાગત પ્રવચન અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ આભાર દર્શન કર્યા હતા. ઉક્ત કાર્યક્રમમાં તાલુકાના શિક્ષકો-આચાર્યશ્રીઓ, જિલ્લા શિક્ષણસંઘના પદાધિકારીઓ, અગ્રણી શ્રીઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!