વાગરા પોલીસ અને પેરોલ ફર્લો સ્ક્વોડનું સંયુક્ત ઓપરેશન :: લૂંટ અને ખુનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ભાગેડુ રાકેશ પ્રસાદ ને દિલ્હીથી દબોચી લીધો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા પોલીસ અને પેરોલ ફરલો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી લૂંટ અને ખુનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા-ફરતા રાકેશ પ્રસાદ ને દિલ્હીથી દબોચી લીધો હતો.પેરોલ પરથી ફરાર થઇ ગયેલા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ હેઠળ ભરૂચની પેરોલ ફર્લો સ્ક્વોડ અને વાગરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે ૯ વર્ષ થી ફરાર રાકેશ પ્રસાદ ને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. આરોપી રાકેશપ્રસાદ રામપ્રીતશા ગૌંડ ખૂન અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. અને નવ વર્ષથી પોલીસને થાપ આપી ભાગતો ફરતો હતો.આરોપી રાકેશપ્રસાદ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૯૪, ૨૦૧, ૧૨૦(બી) હેઠળ ગુનો નોંધાયો હતો.અને તેમાં રાકેશ પ્રસાદ કાચા કામનો કેદી હતો.રાકેશ ને ૨ જુલાઈ ૨૦૧૬ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા.ત્યારબાદ તે જેલમાં પરત ફર્યો ન હતો અને ત્યારથી જ ફરાર હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ફૂલતરીયા અને પેરોલ ફર્લો સ્ક્વોડ ભરૂચ ના પો.સ.ઇ. આર.એસ. ચાવડા તેમજ પોલીસ ટીમે ફરાર આરોપીને શોધવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.દરમિયાન પોલીસને બાતમી મળી હતી, કે આરોપી રાકેશપ્રસાદ દિલ્હીમાં છુપાયેલો છે. બાતમી મળતા જ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ અને વાગરા પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક દિલ્હી પહોંચીને રાકેશપ્રસાદ ગૌંડ મૂળ રહે બિહાર જિલ્લો ગોપાલગંજ ને ઝડપી પાડી વાગરા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.વાગરા પોલીસે આગળ ની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!