ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીક્ટ ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં આદિજાતિ સમુદાયના કલ્યાણ અને વિકાસ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ‘આદિ કર્મયોગી અભિયાન રિસ્પોન્સીવ પ્રોગ્રામ’ અંતર્ગત એક લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારી માટે ડીસ્ટ્રીક્ટ ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.સદર અભિયાન થકી ગુજરાત સરકાર નો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ સમુદાય સુધી સરકારી યોજનાઓનો લાભપહોંચાડવો, સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવો અને ગ્રામ્ય સ્તરે વિકાસની નવી દિશા આપવાનો છે. આદિ કર્મયોગી અભિયાનના ઉદ્દેશો અત્યંત વ્યાપક અને સમાવેશી છે. આ અભિયાનનો હેતુ આદિજાતિ સમુદાય સુધી લોક કલ્યાણની સેવાઓ એક જ જગ્યાએ પહોંચાડવી, ગ્રામ્ય સ્તરે ખૂટતી સુવિધાઓનો સર્વે કરીને તેનું નિરાકરણ લાવવું, અને આદિજાતિ યુવાનો, મહિલાઓ તથા સ્વ-સહાય જૂથોમાં નેતૃત્વની ભાવના જગાવવી છે.જિલ્લા કલેક્ટરે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આદિજાતિ સમુદાયના વિકાસ માટે અધિકારીઓને સક્રિય સહભાગિતા દર્શાવવા સૂચનો આપ્યા હતા.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આદિજાતિ સમુદાય સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા, ગ્રામ્ય સ્તરે સેવાઓની ગુણવત્તા સુધારવા અને ખૂટતી સુવિધાઓનું નિરાકરણ લાવવું જરૂરી છે.જિલ્લા સમહર્તા એ અધિકારીઓને સમજણપૂર્વક કામ કરી, આદિજાતિ યુવાનો અને મહિલાઓમાં નેતૃત્વની ભાવના જગાવવા તેમજ ગ્રામ્યકક્ષાએ ખૂટતી કડીઓના લક્ષ્યોને હાંસલ કરવા સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી. જીવનધોરણ, આજીવિકા, સ્વચ્છતતાઅને સામાજિક જિવનમાં ગુણાત્મક પરિવર્તનો આવે તે પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે આ અભિયાનને સફળ બનાવવા સંકલિત પ્રયાસો અને સમર્પણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આદિ કર્મયોગી અભિયાન ગ્રામ્ય સ્તરે સુશાસન, સેવા અને સમર્પણની ભાવના સાથે આદિજાતિ સમુદાયના ઉત્થાન માટે એક મજબૂત પાયો નાંખશે.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









