અંકલેશ્વરક ૭.૨૦ લાખનો દારૂ ઝડપાયા બાદ સસ્પેન્ડેડ પોલીસકર્મીની ધરપકડ, પોલીસબેડામાં ખળભળાટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે રૂ. ૭.૨૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર ઝડપી પાડી છે. આ મામલે પોલીસે કારચાલક સુરતના ચિરાગ રસીક સુદાણીની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ખુલાસા બાદ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ પોલીસકર્મી સંજય ચાવડાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંજય ચાવડા સુરતથી દારૂ ભરીને જૂનાગઢ મોકલતો હતો અને આ કામ માટે તે ચિરાગને ૧૦,૦૦૦ ચૂકવતો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં પોલીસમાં જોડાયેલો સંજય ચાવડા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતો હતો અને ૨૦૨૪માં પણ તે દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાયો હતો. એક સરકારી કર્મચારી તરીકે કાયદાનું રક્ષણ કરવાને બદલે તે પોતે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું ફરી એકવાર સાબિત થયું છે.

એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલનો દાવો કરી રહી છે, ત્યારે પોલીસ વિભાગના જ એક સસ્પેન્ડેડ કર્મચારીની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી પોલીસની કામગીરી સામે શંકાની સોય ચીંધાઈ છે. આ ઘટનાથી પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને પણ ભારે નુકસાન થયું છે અને આવા ગુનેગાર તત્વો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

ડિજિટલ યુગ ન્યૂઝ અંકલેશ્વર 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!