વાગરા તાલુકાના દહેજ ગામે ઠેર ઠેર કાદવ કીચડ અને ગંદકીએ સામ્રાજ્ય જમાવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ઔદ્યોગિક ક્ષેત્રે દેશભરમાં નામના મેળવનાર દહેજ ગામ ને ગંદકી નું ગ્રહણ લાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.પંચાયત ના સત્તાધીશો ગંદકી મામલે બિનદાસ્ત હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.દહેજ ગ્રામ પંચાયત માં આવેલ આંગણવાડી તેમજ કંદોઈ ફળીયા તથા ઠુંઠયુંફળીયું ઉપરાંત નગરના મુખ્ય બજાર તરફ જતા રસ્તા પર ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે.

સદર વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમય થી ગંદકી એ માજા મૂકી છે.ત્યારે દહેજ ગ્રામ પંચાયત નું કુણું વલણ અને સ્વચ્છતા પ્રત્યે ની નિરસ્તા ઉડી ને આંખે વળગી રહી છે.દહેજમાં જ્યાં નાના ભૂલકાઓ નું ઘડતર થાય છે તેવા નંદ ઘર ની આસપાસ પણ સ્વચ્છતા નો અભાવ જોવા મળી રહ્યો છે.વધુમાં ભારતીય બંધારણ ના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ચારેકોર પણ પશુઓ નું મળ પ્રસરતા લોકો મા છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે દહેજ ની ગંદકી વિશે ગામના જાગૃત નાગરિક અને રાજકીય અગ્રણી કિશોરસિંહ રણાએ અનેકવાર રજૂઆતો કરી છે.સાથે જ સોશિયલ મીડિયા પર દહેજ ગામમાં ફેલાયેલ કાદવ કીચડ અને ગંદકી ના ફોટો વાયરલ કરવામાં આવ્યા છે.છતાંય દહેજ ગ્રામ પંચાયતના સત્તાધીશો ગંદકી મામલે મગ નું નામ મરી પાડવા તૈયાર નથી.દહેજ ગ્રામજનો ગામમાં ફેલાયેલ ગંદકી દૂર કરવા માંગ કરી રહ્યા છે સાથે જ કાદવ કીચડ ને પગલે ગામમાં રોગચાળો ફેલાવવા ની દહેશત પણ વ્યક્ત કરી રહ્યા છે.કુંભકર્ણ ની નિદ્રા મા પૌઢી ગયેલ દહેજ ગ્રામપંચાયત તંત્ર આળસ ખંખેરી એક્શન મોડમાં આવે તે જ સમય ની સાથે ગ્રામજનો ની માંગ છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









