સમની સ્થિત ગુજરાત ગેસ ખાતે ઓનલાઈન પેમેન્ટ ના “અસ્વીકાર” થી વાહનમાલિકો માં ભારે રોષ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ-જંબુસર માર્ગ પર સમની અને કેલોદ વચ્ચે આવેલ સી.એન.જી પંપ પર ગેસ ના નાણાં ની ઓનલાઈન ચુકવણી નો અસ્વીકાર કરવામાં આવતો હોવાની મોટા પાયે ફરિયાદો ઉઠવા પામી છે.CNG પંપ ખાતે “કાર્ડ અને ગૂગલ પે બંધ છે” ના બોર્ડ લાગ્યા છે.ત્યારે વાહનચાલકો ને ફરજિયાત રોકડ રકમ ચૂકવવા ની ફરજ પાડવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.એકતરફ સરકાર કેશલેસ વહેવારો ના પ્રચાર-પ્રસાર માટે ભરપૂર પ્રયાસો હાથ ધરી રહી છે અને કેશલેસ નાણાંકીય વ્યવહારો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે સમની નજીક આવેલ ગુજરાત ગેસ સરકાર ના કેશલેસ અભિયાન ને ઘોળી ને પી ગયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.

મોટા-મોટા સુપર મોલ થી લઇ ને નાના-નાના લારી ગલ્લા ધારકો પણ આજના આધુનિક યુગમાં ઓનલાઈન પેમેન્ટ લઈ રહયા છે તેવા સમયમાં સમની સીએનજી પંપ ખાતે કેમ ઓનલાઈન નાણાં સ્વીકારવાની મનાઈ ફરમાવવામાં આવી છે….??? તે બાબત વાહનધારકો ને સમજાતી નથી.આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને ઓનલાઈન પેમેન્ટ ની સુવિધા શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.સમની સીએનજી ગેસ પંપ પર ઓનલાઈન નાણાં સ્વીકારવામાં ન આવતા હોવાથી કેટલાય વાહનધારકો અન્ય સીએનજી પંપ ખાતે સીએનજી ભરાવતા હોવાની માહિતી સાંપડી રહી છે.ભરૂચ-જંબુસર હાઇવે ટ્રાફિક થી ધમધમતું હોય છે,રોજના હજારો વાહનો ઉક્ત માર્ગ પરથી પસાર થાય છે અને તેમાંય અસંખ્ય વાહનો સીએનજી હોય છે.ત્યારે સીએનજી પંપ ના સંચાલકો દ્વારા રોકડ ની સાથે ઓનલાઇન રકમ નો સ્વીકાર કરે તે હાલ ખૂબ જરૂરી બન્યું છે.કેટલીકવાર વાહનચાલકો પાસે રોકડ ઉપલબ્ધ નથી હોતી ત્યારે સીએનજી ખાતે ઓનલાઈન નાણાં નો સ્વીકાર ન કરાતા આવા વાહનચાલકો ભારે તકલીફમાં આવી જતા હોય છે.આ બાબતે પંપ ના સંચાલકો જરૂરી કાર્યવાહી હાથ ધરી ઓનલાઈન નાણાં સ્વીકાર ની સુવિધા ઉપલબ્ધ કરાવે એ જ સમય ની સાથે સીએનજી વાહનમાલીકો ની માંગ છે.

ઓનલાઈન પેમેન્ટ ન સ્વીકારવા બાબતે ગુજરાત ગેસ સમની ના મેનેજર નિલેશ ચુનારા નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પ્રથમ તો ઓનલાઈન પેમેન્ટ ચાલુ હોવાની વાત કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ તેમને વધુ પ્રશ્નોત્તરી કરતા તેમણે સ્વીકાર કર્યો હતો કે સર્વર મા અને મશીનમા ટચ નો પ્રોબ્લેમ થયેલો છે અને તે બાબતે ઉપર એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ માં ચારેક દિવસ અગાઉ મેઈલ કર્યો છે. હવે ઉપર થી ટેક્નિશિયન આવે ત્યારે સમસ્યા નું નિરાકરણ આવી શકે તેમ છે.તેમ તેઓએ જણાવ્યું હતું.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!