પંદર મી સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન શિપ અમદાવાદ ખાતે યોજાઈ હતી.જેમાં આણંદ ના ઝીટોડીયા ગામે આવેલ એન્જલ સ્કૂલ ના પહેલા ધોરણમાં અભ્યાસ કરતા ત્રિશન વર્માએ ગોલ્ડ તેમજ બ્રોન્ઝ મેડલ મેળવી શાળા નું ગૌરવ વધાર્યું હતું.સાથે જ શાળા ના અન્ય છાત્રો એ પણ વિવિધ પદક પ્રાપ્ત કરી શાળા ની યશકલગી માં મોરપિચ્છ નો ઉમેરો કર્યો હતો.૧૫મી રાજ્ય સ્તરીય કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૫,૨૭ જુલાઈ ને રવિવાર ના રોજ અમદાવાદ ના શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ સાયન્સસિટી સોલારોડ ખાતે યોજાઈ હતી.કાતા અને કુમિતે (ફાઇટ) માં રાજ્યભરમાં થી અનેક છાત્રોએ ભાગ લીધો હતો.

જેમાંથી ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી એન્જલ સ્કૂલ,ઝીટોડિયા ના ધોરણ – ૧ માં અભ્યાસ કરતા ત્રિશાન વર્મા એ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વેદ પંચાલ કાતા અને કુમિતેમાં સિલ્વર મેડલ અને સ્વરા ઠાકોરે બ્રોન્ઝ અને રજત મેડલ પ્રાપ્ત કર્યો હતો.વિદ્યાર્થીઓએ મેળવેલ સફળતા ને પગલે શાળા સંકુલ મા ખુશહાલી ની લહેર પ્રસરી જવા પામી હતી.છાત્રો એ મેળવેલ સિદ્ધિ બદલ બદલ શાળા પરિવાર તરફ થી સફળતા ને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે ત્રિશાન વર્મા આણંદ ના હાડગુડ ખાતે છેલ્લા ઘણા વર્ષો થી સફળ મેડિકલ પ્રેક્ટિસ કરતા ડોકટર સુરેન્દ્ર વર્મા ના સુપુત્ર થાય છે.
સૈયદ અમજદ(બાપુ)









