ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામ ની લઘુમતી સમાજ ની કિશોરીને દોઢ માસ અગાઉ ભગાડી જનાર યુવક ને પકડી પાડવા DSP ને આવેદન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામ ની લઘુમતી સમાજની ૧૭ વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હિન્દુ યુવક ભગાડી ગયો હતો બનાવનાર ઘણા દિવસ બાદ પણ સેવાલિયા પોલીસ આરોપીને શોધવા માટે નિષ્ફળ બનતા આખરે આજે સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી આરોપીને વહેલી તકે પકડી પાડવા માંગ કરી હતી.

સમાજના આગેવાનોએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી દોઢ માસનો સમય પસાર થઈ ગયો છતાં સ્થાનિક બનાવ સંદર્ભે કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોવા નો બળાપો વ્યક્ત કર્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામ માં રહેતી ૧૬ વર્ષ અને ૮ માસ બે દિવસની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવીને ગામમાં રહેતો મિન્કલકુમાર રાજેશભાઈ પરમાર ગત તારીખ ૧૧ જૂન ૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે ભગાડી ગયો હતો.આ બનાવ અંગે સેવાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. બનાવ ના દોઢ મહિના બાદ પણ સેવાલિયા પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે.આ બનાવ અંગે મુસ્લિમ સમાજના આગેવાનોમાં પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગળતેશ્વર તાલુકાના શેખ સમાજના પ્રમુખ મહેબૂબ મિયા યુ શેખ,વાડદ ગામ મુસ્લિમ સમાજના પ્રમુખ મયુદ્દીન મિયા એ શેખ, સામાજિક અગ્રણી સલમાન ખાન પઠાણ યાસીનભાઈ શેખ વગેરે નડિયાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂમાં મળ્યા હતા અને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું છે કે,લઘુમતી સમાજની કિશોરીને ગામનો મિન્કલકુમાર રાજેશભાઈ પરમાર યુવક ભગાડી ગયો હતો. તે બાબતે ગત તા. ૧૨/૦૬/૨૦૨૫ ના રોજ સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ છે પરંતુ અપહરણ અને પોકસો જેવા ગંભીર પ્રકારનો ગુન્હો હોવા છતા પોલીસ સ્ટેશનના પી.આઈ ધ્વારા આજ દિન સુધી આરોપીની કોઈ શોધ ખોળ હાથ ધરેલ નથી કે આરોપીને પકડેલ નથી.તેના પર થી પી.આઈ.ની કામગીરી સામે શંકા ઉતપન્ન થઈ રહી છે.

આવેદન પત્ર માં માંગ કરવામાં આવી છે કે ગુન્હામા નાસતા ફરતા આરોપીને વહેલામાં વહેલી તકે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાધ ધરવામા આવે તેમજ ગંભીર ગુનામાં મદદ કરનાર આરોપીઓને પણ પકડી પાડવામાં આવે, તે ઉપરાંત અપહૃત દીકરીને પરત સોંપવામા આવે તેવી ફરીયાદી તથા મુસ્લિમ સમાજના આગેવાનો એ માંગણી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે મુસ્લિમ સમાજના આગેવાનોની રજૂઆતને ગંભીર લઈને આ બાબતે એલ સી બી ને આ અંગે તપાસ કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

યાસીન શેખ, અંધાડી

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!