વડુ પોલીસ સ્ટેશન થી બોલું છું,તમારી વિરુદ્ધમાં ફરિયાદ આવી છે” કહી રોફ જમાવનાર શખ્શ નો કથિત ઓડિયો વાયરલ થતા ચકચાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

એક વ્યક્તિએ પોતે પોલીસ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરી દમ મારી પૈસા કઢાવાનો પ્રયત્ન કર્યો હતો. જે વાતચીતનો કથિત ઓડિયો હાલ શોસિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. જેમાં એક વ્યક્તિ બોલી રહ્યો છે, કે હું વડુ પોલીસ સ્ટેશનમાંથી કલ્પેશ પઢીયાર બોલું છું. તમારી એક ફરિયાદ આવી છે. તમાંરી લોન બાકી છે.તમારે પૈસા આપવાના બાકી છે. શુ કરવાનું છે.? ફરિયાદ લઈ લઉંને?

તેમ કહી પોતે પોલીસ હોવાનો રોફ ઝાડયો હતો.જેનો ઓડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ઓડીઓ મા  મોહસીન નામના વ્યક્તિઓ નો ઉલ્લેખ કરાયો છે.વાયરલ ઓડીઓ મા “પાડી લઈ ગયા તમે પૈસા આપતા નથી.ફોન ઉપાડતા નથી.આજે પૈસા નાખું ,કાલે નાંખું એવું કર્યા કરો છો.તમે અત્યારે ગૂગલ પે કરતા હોય તો હું અહીંયા થી પાછો જતો રહું,નહિતર પોલીસ ફરિયાદ કરૂં” જેવો વાર્તાલાપ મોહસીન ભાઈ અને તિથલ થી બોલનાર શખ્સ વચ્ચે થયેલ વાતચીત સંભળાય છે.જોકે અત્રે અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે, કે આ કલ્પેશ પઢીયાર છે કોણ..?? વડુ પોલીસ સ્ટેશનમાં કોઈ અધિકારી છે, કે જમાદાર..?? પંથકના આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આ કલ્પેશ પઢીયાર એક GRD ( ગ્રામ રક્ષક દળ) નો જવાન હોવાનું કહેવાય છે. જે પોતે વાયરલ ઓડીઓ કલીપ મા પોલીસ સ્ટેશનમાંથી બોલું છું નો દમ મારી રહ્યો છે.અને જો હકીકતમાં આ વ્યક્તિ માત્ર GRD જવાન જ હોય તો પછી પોલીસ બનીને વાત કરવાનો મકસદ શુ…?? વાતચીત દરમિયાન ફોન ઉપર આ વ્યક્તિ એમ પણ બોલી રહ્યો છે, કે તમારી એક ફરિયાદ આવી છે. પૈસા બાકી છે. ફરિયાદ લઇ લઉંને..?? તો શું GRD જવાન પાસે ફરિયાદ લેવાની સત્તા છે..?? GRD જવાનને ફરિયાદ લેવાનો અધિકાર કોણે આપ્યો…?? કોના આશીર્વાદથી આ વ્યક્તિ પોલીસ ની ઉલ આપી રોફ જમાવી રહ્યો છે? ખરેખર વડુ પોલીસ સ્ટેશનના અધિકારીએ વડું પોલીસ ના નામે ફોન કરનાર કલ્પેશ પઢીયાર વિરુદ્ધ તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉગ્ર બની છે. ખરેખર એક GRD જવાને પોલીસ બનીને આ રીતે વાત કરી હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોકમાંગ પંથકમાં થી ઉઠવા પામી છે.સાથે જ અત્યાર સુધી પોલીસ બની ને કેટલા લોકો પાસે થી કેટલા રૂપિયા ની ઉઘરાણી કરવામાં આવી છે તે તપાસ પણ જરૂરી બની છે.સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ હાથ ધરશે કે સમગ્ર પ્રકરણ ને દબાવી દેશે એ તો આવનાર સમય જ બતાવશે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!