આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ રોડ રસ્તાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે કોંગ્રેસે આપ્યું આવેદન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢીયારની અધ્યક્ષતામાં કોંગ્રેસના કાર્યકરોએ ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટ૨ને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ કરી હતી.

આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આણંદમાં સમસ્યાઓની ભરમાર ઘટવાના બદલે સતત વધતી જાય છે.શહેરીજનો મળવાપાત્ર પ્રાથમિક સુવિધાના લાભથી વંચિત રહેવા પામ્યા છે .શહેરમાં તાજેતરમાં બનાવેલા રોડ રસ્તાઓના કામમાં થયેલ ભ્રષ્ટાચાર, શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ તેમજ નવી વોર્ડ રચના અંગે શુક્રવારના રોજ આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ પઢીયારની અધ્યક્ષતામાં કોંગ્રેસના કાર્યકરોએ ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને આણંદ જિલ્લા કલેક્ટ૨ને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી .

વધુમાં આણંદ નગરપાલિકામાં આણંદ ની સાથે સાથે કરમસદ નગરપાલીકા,વિદ્યાનગર પાલીકા. ગામડી ગામ, જીટોડીયા ગામ, મોગરી ગામ, અને લાંભવેલ ગામને જોડવામાં આવ્યા બાદ તેની પંચાયતના કામકાજ ઠપ્પ થઈ ગયા છે. અને ત્યાંના નાગરિકોને સરકારી કામકાજ અર્થે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ગ્રામપંચાયતો દ્વારા જે સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ હતી તે મહાનગરપાલિકા બન્યા બાદ કયાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાઓ ના લાભથી નાગરિકો વચિત રહેતા જણાય છે.તેમ આવેદનમાં જણાવાયું છે.મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ નો જે વિકાસ થવો જોઈએ તેના કરતા ભ્રષ્ટાચાર વધુ થતો હોય તેમ જણાઈ રહ્યું છે.

આણંદ ગ્રીડ ચોકડી થી ભાલેજ ઓવર બ્રીજ સુધીનો કરોડોના ખર્ચે નવો બનાવેલ રસ્તો પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો હતો.રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે.આણંદ શહેરના વેરાઈ માતા થી જલારામ મંદિર સુધીનો રસ્તો આર.સી.સી. બનાવેલ હોવા છતા થોડા દીવસમા બીસ્માર હાલત ફેરવાય ગયેલ છે. ઉમા ભવન થી આકાશદીપ સુધી રસ્તાની હાલત બીસ્માર થઈ ગયેલ છે. રોડ રસ્તા ના કોમોમાં બહુ જ મોટા ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.આણંદ નગરપાલિકાના જુના કોન્ટ્રાક્ટરો તેમજ જે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કર્યા છે એવા ઘણા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલ કામ સામે કોંગ્રેસે સવાલો ઉભા કર્યા હતા.રોડ રસ્તા ના કામમાં ભ્રષ્ટાચાર આચારનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરવાની પણ માંગ આવેદનમાં કરાઈ છે.આણંદના વિવિધ વિસ્તારોમાં નવા બનાવેલ રસ્તાઓ થોડાક જ વરસાદમાં ધોવાઈ ગયા છે. ગટરના કામકાજ બાદ રિસર્વેસીંગ કામ ન થતા લોકો ને કાદવ કિચડ ને પગલે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.આણંદના બાહ્ય વિસ્તારો જેવા કે પરિખ ભુવન,વિદ્યા ડેરી રોડ, મંગળપુરા વિસ્તાર કે સાંગોળપુરા વિસ્તાર ,બાકરોલ ગામ મોટી ખોડીયાર નાની ખોડીયાર તેમજ પૂર્વ વિસ્તાર હજુ પણ વિકાસથી વંચિત રહેલ છે. આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ ત્યાં અનેક વિસ્તારો રસ્તાઓ અને પાણીની સુવિધાઓથી વંચિત છે. આવનાર દિવસોમાં ટાઉન પ્લાનિંગ કરવામાં આવે તેમજ જે વિસ્તારીનો વિકાસ નથી થયો ત્યાં વિવિધ સુવીધા જેવી કે કોમ્યુનીટી હોલ બાગ બગીચા, ગટર લાઈનની સુવિધાઓ, તેમજ પાણીની લાઈનો આપવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે.વધુમા બાકરોલ ગામને આણંદ નગરપાલિકામાં સમાવેશ કરાયા પછી વિકાસથી વંચિત રખાયું છે આજે પણ બાકરોલ ગામમાં પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળે છે.અનેક સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઇ નથી.હાલ ચોમાસાની સિઝનમાં આ સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થયેલી જોવા મળે છેમહાનગરપાલીકા મા સમાવીષ્ઠ વિસ્તારો માં વરસાદી પાણી ભરાવવાના વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. ગામતળ ગણાતા લોટીયા ભાગોળ વિસ્તાર ચોમાસામાં વરસાદી પાણી ભરવવાની મોટી સમસ્યા જોવા મળે છે.આણંદમાં રોજગાર ધંધો કરતા લારી ગલ્લાઓ,નાના ફેરીઆઓ, પથારણાં વાળા લોકો માટે સારો વેન્ડર ઝોન ઉભો કરી તેમને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવા માગણી કરાઈ છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!