ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ થકી સેવાકીય પ્રવૃત્તિના નામે પ્રજાને લૂંટવામાં આવતી હોવાની વિગતો સપાટી પર આવી છે.હોસ્પિટલના એક પિડિત દર્દી ના પતિએ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સાથે કાનૂની નોટિસ પાઠવી વળતર ની માંગ કરતા વ્યાપક ચકચાર ફેલાઈ જવા પામી છે.

ડોકટરી સારવારથી સ્વાસ્થ્ય પૂર્વવત થઈ જતું હોય છે. પરંતુ ક્યારેક ડોકટરના પ્રયત્નોમાં ક્ષતિ રહી જાય તો દર્દીના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થાય છે. ક્વોલીફાઈડ ડોકટરો પણ કયારેક મોટી ભૂલ કરી બેસતા હોય છે.અંકલેશ્વરની કહેવાતી ‘પ્રતિષ્ઠિત’ શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે ‘સેવા’ નહીં, પરંતુ ‘લૂંટ’નું પર્યાય બની ગઈ છે…!! તેમ એક હોસ્પિટલ ના કડવા અનુભવ નો ભોગ બનેલ સ્નેહલ પરમાર દ્વારા જણાવાયું છે.

ભરૂચના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ થયેલી એક સનસનાટીપૂર્ણ ફરિયાદથી આ હોસ્પિટલનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. ફરિયાદી સ્નેહલકુમાર લક્ષ્મણદાસ પરમારે હોસ્પિટલના ડોકટરો, સ્ટાફ અને તેના ૨૭ જેટલા ટ્રસ્ટીઓ-સભ્યો પર સીધી ગુનાહિત બેદરકારી, અયોગ્ય અને જીવલેણ સારવાર, અને નફાખોરીના આક્ષેપો કર્યા છે. આ મામલો દર્દીઓના જીવ સાથે થતા ચેડાં અને તબીબી ક્ષેત્રે વ્યાપેલ નફાખોરી ના દુષણ નું જીવતું જાગતું ઉદાહરણ છે.સ્નેહલ પરમારે એડવોકેટ અશ્વિન મિસ્ત્રી મારફત ગ્રાહક કમિશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર ૧૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ સ્નેહલકુમાર ની પત્ની પ્રવિણાબેન ને પેટમાં દુખાવા સાથે જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દર્દીને દાખલ કરતા જ હોસ્પિટલના સ્ટાફે ડિપોઝીટ જમા કરાવવાની વાત કરી હતી.ત્યારે સ્નેહલ પરમારે જણાવ્યું કે તેમની પત્નીનો વીમો છે અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. જેના કાગળીયા હું તમને આપું છું, વિમાની પ્રક્રિયા શરૂ કરો.પરંતુ હોસ્પિટલ સ્ટાફે વીમા કંપની સાથે વાતચીત ચાલતી હોવાનો માત્ર ડોળ કર્યો, પરંતુ હકીકત તો કંઈક જુદી જ હતી.સ્નેહલ કુમાર ની ફરીયાદ અનુસાર, પત્ની પ્રવિણાબેનની સારવાર દરમિયાન હોસ્પિટલે પ્રવીણાબેન ની પેટના દુખાવા અને તાવની સારવારમાં એટલી બેદરકારી દાખવવામાં આવી હતી કે પ્રવિણાબેન ના આખા શરીરે લાલ કલરના ભયાનક સ્પોટ ઉપસી આવ્યા હતા.

હોસ્પિટલના ડો. નીરજસિંહ અને સ્ટાકે જાતે કબુલ્યું કે ખોટી દવા આપવાથી કે વધારે પડતી દવા આપવાથી રીએક્શન આવ્યું છે. સ્પેશિયલ ડોક્ટરને બોલાવવા પડશે એમ કહીને ડોકટરો એ પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા હતા. આ તો સીધો દર્દીના જીવ સાથે ચેડાં કરવાનો ગુનો છે’ તેમ ફરીયાદકર્તા સ્નેહલ પરમારે આક્ષેપો કર્યા હતા.પ્રવિણાબેનની હાલત દયનીય બનતા, તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવાની વાત કરી. ત્યારે જયાબેન મોદી હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પેમેન્ટ ચૂકવી દેવાનું ફરમાન કર્યું હતું.ત્યારે સ્નેહલ પરમારે વીમા કંપનીનો સંપર્ક કર્યો ત્યારે જે હકીકત સામે આવી તે કાંઈક અલગ જ ને ચોંકાવનારી હતી: હોસ્પિટલના સ્ટાફે વીમા કંપનીને જરૂરી કાગળો ક્યારેય મોકલ્યા જ ન હોતા…!! આ ખુલાસા પછી પણ હોસ્પિટલના સ્ટાફે વીમા કંપની સાથે વાત કરવાનો પણ નંન્નો ભણી દીધો હતો. દર્દીની ગંભીર હાલત જોઈને, સ્નેહલ પરમારે મજબૂરીવશ હોસ્પિટલને ચેક લખી આપવો પડયો હતો. જો કે સ્નેહલ પરમારે સ્પષ્ટ સૂચના આપી હતી કે, વીમાની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચેક બેંક માં નાખવામાં ન આવે. છતાં, પણ હોસ્પિટલના મેનેજમેન્ટે તાત્કાલિક ચેક બેંકમાં જમા કરાવ્યો, જે રિટર્ન થયો, અને હવે આ ‘વેપારી સંસ્થા’ સ્નેહલભાઈ સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદાનો દુરુપયોગ કરીને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી રહી છે તેવા ખુલ્લા આક્ષેપો પણ સ્નેહલભાઈ પરમાર દ્વારા કરાયા છે.વધુમાં તેઓએ જણાવ્યું છે કે હોસ્પિટલના સ્ટાફ અને ડોકટરોનું વર્તન એટલું અમાનવીય હતું કે ફરિયાદી ને ભારે માનસિક ત્રાસ વેઠવો પડ્યો હતો. પ્રવિણાબેન રીતસરના મરણ પથારીએ હતા, છતાં આ હોસ્પિટલે માનવતા દાખવવા ને બદલે માત્ર પૈસા વસૂલવામાં એક ક્ષણ પણ મોડું કર્યું ન હતું. જો ફરિયાદીએ સમયસર પ્રવિણાબેન ને વડોદરાની ભાઈલાલભાઈ અમીન જનરલ હોસ્પિટલમાં ખસેડયા ન હોત, તો કદાચ પ્રવિણાબેન ને જીવ ગુમાવવાનો વારો પણ આવી શક્યો હોત.અત્રે ઉલ્લેખનીય છે કે આજે પણ પ્રવિણાબેન ના ચહેરા પર એ ભયાનક રીએક્શનના નિશાન મૌજુદ છે, જેના કારણે તેમને સામાજિક જીવનમાં મુશ્કેલી પડી રહી છે. આ બધું જયાબેન મોદી હોસ્પિટલની ગંભીર બેદરકારી, અયોગ્યતા અને ખુલ્લી નફાખોરીનું પરિણામ છે. ઉદ્યોગપતિઓના ફંડથી, સેવાના હેતુથી બનેલી આ હોસ્પિટલ હવે નફાખોરીનું નગ્ન ઉદાહરણ બની ગઈ છે. તેમ દર્દી ના પતિ સ્નેહલકુમારે ગંભીર આક્ષેપો કર્યા છે.

આ સમગ્ર ઘટના સંદર્ભે સ્નેહલકુમાર પરમારે ફરજ મા બેદરકારી બદલ રૂપીયા દસ લાખ ના વળતરની માંગણી કરીને ગ્રાહક કમિશનમાં ન્યાયની ગુહાર લગાવી છે.સાથે જ અસહ્ય માનસિક ત્રાસ પેટે બે લાખ નો દાવો પણ કરાયો છે.સ્નેહલ પરમાર વતી ફરિયાદ એડવોકેટ અશ્વિનભાઈ મિસ્ત્રીએ દાખલ કરી હતી. દર્દીને ડીસ્ચાર્જ આપતી વખતે હોસ્પિટલના જવાબદાર સ્ટાફ, ડોકટર અને સંચાલકોએ દર્દીના પતિ સાથે અવ્યવહારૂ વર્તન કરેલ હતું. આ અંગે નોંધ લઈ ગ્રાહક તકરાર નિવારણ કમિશને કુલ ૨૮ જણને નોટિસ પણ પાઠવી છે.
જયાબેન મોદી હોસ્પિટલ ઓથોરિટી નો ખુલાસો :: આક્ષેપો પાયાવિહોણા
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, અંકલેશ્વર ના જનરલ મેનેજર ડો. ઝાલા એ સત્તાવાર રૂપે જાહેર કર્યું છે કે એડવોકેટ અશ્વિન મિસ્ત્રી એ તેમના ક્લાયન્ટ સ્નેહલકુમાર પરમારના નિર્દેશ પર શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે ગંભીર, બદનક્ષીભર્યા અને સંપૂર્ણપણે પાયાવિહોણા આરોપો ધરાવતી પ્રેસ નોટ બહાર પાડી છે. જેને હોસ્પિટલ ના સત્તાવાળાઓ એ અત્યંક ગંભીરતાપૂર્વક અને સ્પષ્ટપણે આરોપોને નકારી કાઢયા હતા, જે તથ્યની દ્રષ્ટિએ તદ્દન ખોટા છે અને ફક્ત દવાખાના ની મહેનત થી કમાયેલી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હેતુ ધરાવે છે.

વધુ મા હોસ્પિટલ સત્તાધીશોએ ગ્રાહક અદાલતની આજદિન સુધી કોઈ નોટિસ મળી નથી તેવો પણ દાવો કર્યો છે.
ડીઝીટલ યુગ ન્યૂઝ,અંકલેશ્વર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









